લોસભાની ચૂંટણીમાં ગોંડલ વિધાનસભા મતક્ષેત્રનું 52.24 ટકા મતદાન નોંધાયું

Lok Sabha Election 2024 | Gondal | 09 May, 2024 | 12:06 PM
કુલ 2,30,660 મતદારોમાંથી 69300 પુરુષ તથા 51202 મહિલાઓ, અન્ય ત્રણ મતદારો મળી 120505 મતદારોએ મતદાન કર્યું
સાંજ સમાચાર

(જીતેન્દ્ર આચાર્ય) ગોંડલ તા. 9
ગોંડલનું રાજકારણ હંમેશા ગાંધીનગર સુધી ગુજતું જ હોય છે ત્યારે પોરબંદર લોકસભા બેઠકની અંદર આવતા ગોંડલ વિધાનસભા મતક્ષેત્ર પર કેન્દ્રનું ધ્યાન પણ કેન્દ્રિત થવા પામ્યું હતું દરમિયાન કાળઝાળ ગરમી વચ્ચે પણ લોકોએ સવારથી બપોર દરમિયાન સરેરાશ 10% જેવું મતદાન કર્યું હતું બપોર બાદ મતદાનમાં ઘટાડો થતાં સરેરાશ સાત ટકા જેવું મતદાન નોંધાયું હતું.બાદ માં સાંજે ચાર વાગ્યા થી મતદાન માં ગતી પકડાતા  મતદાન પુર્ણ થતા કુલ 52.24 % મતદાન નોંધાયુ છે.ગત લોકસભા ચુંટણી માં 57.80 % મતદાન થયુ હતુ.તેની સરખામણી મા 5.56% મતદાન ઓછુ થયુ છે.

ગોંડલ વિધાનસભા મત ક્ષેત્રમાં લોકસભાની ચૂંટણીને લઇ ઉત્સવનો માહોલ દેખાયો હતો ભાજપ દ્વારા ગોંડલ નિવાસી સાંસદ રમેશભાઈ ધડુકની જગ્યાએ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાને ટિકિટ અપાઇ હતી.

જેની સામે ધોરાજીના લલીતભાઈ વસોયાને કોંગ્રેસ પક્ષ દ્વારા મેદાનમાં ઉતારાયા હતા ત્યારે આજના આ ચૂંટણી પર્વે શહેર તાલુકામાં સવારથી બપોરના એક દરમિયાન મતદારો ઢોલ નગારા સાથે મતદાન મથકે પહોંચ્યા હતા પ્રથમ બે કલાકમાં 9.79%, દ્વિતીય બે કલાકમાં 13.17 ટકા અને તૃતીય બે કલાક એટલે કે બપોરના એક દરમિયાન 10.11% મતદાન થતાં 33.07 ટકા બપોર સુધી નું ટોટલ મતદાન નોંધાયું હતું. ત્યારબાદ ગરમીનો પારો વધતો જતો હોય મતદારોનો ઉત્સાહ ઠંડો પાડવા લાગતા એક થી ત્રણ દરમિયાન માત્ર 6.83% અને ત્રણ થી પાંચ દરમિયાન માત્ર 7 ટકા જ મતદાન નોંધાયું હતું અને સાંજના અંતિમ પડાવમાં 6 વાગ્યા સુધીમાં 4.90 ટકા મતદાન નોંધાતા ગોંડલ વિધાનસભા મત ક્ષેત્રનું  કુલ મતદાન 52.24 ટકા નોંધાયું હતું.

ક્ષત્રિય ફેક્ટરને લઈ ચૂંટણી પંચ, પોલીસ તંત્ર દ્વારા શહેર પંથકમાં ચાપતો બંદોબસ્ત રાખવામાં આવ્યો હોય લોકસભા ચૂંટણી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.

ગોંડલ ખાતે અક્ષર મંદિરના સંતો મહંતોએ સવારના સમયે જ મતદાન કર્યું હતું બાદમાં સાંસદ રમેશભાઈ ધડુક એ પરિવાર સાથે મતદાન કર્યું હતું ત્યારબાદ ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ પણ પરિવાર સાથે મતદાન કર્યું હતું અને મતદાતાઓને અવશ્ય મતદાન કરવા અનુરોધ કર્યો હતો ગોંડલ તાલુકાના જામવાળી, અનિડા ભાલોડી સહિતના ગ્રામજનોએ ઢોલ નગારા વગાડી વાજતે ગાજતે મતદાન મથકે પહોંચી મતદાન કર્યું હતું

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj