ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો

જુદી રહેતી પત્નીને પોતાનું ઘર હોય તો પણ પતિ ઘરભાડુ ચુકવવાનો ઈન્કાર ન કરી શકે: હાઈકોર્ટ

Gujarat | Ahmedabad | 15 April, 2024 | 03:43 PM
હાઈકોર્ટે પતિની અરજી ફગાવી દીધી
સાંજ સમાચાર

અમદાવાદ તા.15 
એક કેસના ચુકાદામાં ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ જે સી દોશીએ જણાવ્યું કે પત્ની પાસે પોતાના નામે મિલ્કત હોય તો પણ આ કારણથી પતિ તેને મકાનનું ભાડું આપવાની ના પાડી ન શકે. પતિએ ડોમેસ્ટિક વાયોલેન્સના કાયદા હેઠળ પત્નીને મકાનનું ભાડું ચૂકવવું પડે. પતિએ મકાનનું ભાડું ચૂકવવું ન પડે તે માટે અરજી કરી હતી જેને હાઈકોર્ટે ફગાવી દીધી છે.

આ કેસની વિગત પ્રમાણે વર્ષ 2005માં દંપતીના લગ્ન થયા હતા અને તેમને એક પુત્ર હતો. પત્ની પોતાના પતિ અને સાસરિયા સાથે રહેતી હતી ત્યારે ત્યાં તેને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો તેવી ફરિયાદ કરી હતી. વર્ષ 2016માં તેને પુત્ર સાથે ઘરમાંથી કાઢી નાખવામાં આવી. તે સમયે પતિએ મહિલાને કોઈ ચીજ નહોતી આપી અને પહેરેલા કપડે ઘર છોડવાની ફરજ પાડી હતી.

બે વર્ષ પછી મહિલાએ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ફરિયાદ કરી અને પતિ પાસેથી મકાનનું ભાડું તથા બીજી રાહતો માગી. જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટે મહિલાને ભાડા પેટે દર મહિને 2000 રૂપિયા અને ભરણપોષણ પેટે 5000 રૂપિયા ચૂકવવા પતિને આદેશ આપ્યો. જોકે, માઈનર બાળકને કોઈ રાહત મળી ન હતી કારણ કે ફેમિલી કોર્ટના આદેશ પ્રમાણે તેને દર મહિને 3000 રૂપિયા મળી રહ્યા હતા. જોકે, સગીર બાળકના શૈક્ષણિક ખર્ચ માટે વધારાની રકમ ચૂકવવા કોર્ટે આદેશ આપ્યો હતો. આ ઉપરાંત ડોમમેસ્ટિક વાયોલન્સ એક્ટના સેક્શન 22 હેઠળ 10,000 રૂપિયા વળતર ચૂકવવા પણ આદેશ અપાયો હતો.

ત્યાર બાદ પતિએ 2022માં એડિશનલ સેશન્સ જજ સામે આ ચુકાદાને પડકાર્યો, પરંતુ કોર્ટે તેની વાત ફગાવી દીધી. તેથી પતિએ ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા. પતિએ દલીલ કરી કે તેની પત્ની એક જ્વેલરી શોપમાં નોકરી કરે છે અને પોતાની આવક ધરાવે છે. તેણે તેની પત્ની જ્વેલરી શોપમાં જોબ કરે છે તેવા ફોટા પણ દેખાડ્યા. તેણે કહ્યું કે પત્ની પોતાની મરજીથી જતી રહી છે અને પોતાની આવકમાંથી મકાન પણ ખરીદ્યું છે.

તેથી તેને ભાડું ચૂકવવાનો હુકમ કરાયો તે અયોગ્ય છે. તેણે એમ પણ કહ્યું કે બાળકને પણ શૈક્ષણિક ખર્ચ ચૂકવવાની કોઈ જરૂર નથી. જોકે, બંને પક્ષને સાંભળ્યા પછી હાઈકોર્ટે કહ્યું કે બાળકને શૈક્ષણિક ખર્ચ આપવાનો આદેશ આપીને ટ્રાયલ કોર્ટે ભૂલ કરી હતી તેવી દલીલ ચાલી શકે તેમ નથી. કારણ કે બાળકો જ્યારે સંબંધિત પાર્ટી સાથે જોડાયેલા ન હોય ત્યારે પણ તેઓ ભરણપોષણ મેળવવાને હકદાર છે.

પત્ની પાસે પોતાનું ઘર છે અને તેમાં રહે છે તેવી દલીલ કરવામાં આવે છે. પરંતુ આ દલીલ સ્વીકારી શકાય નહીં. કોઈ મહિલા પાસે માત્ર પોતાના નામે પ્રોપર્ટી હોય તેવા કારણથી તેનો રહેઠાણ માટે ભાડું મેળવવાનો અધિકાર જતો રહેતો નથી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj