રાજકોટ, તા.29
રાજકોટ રૂરલ એલસીબીની ટીમે જસદણ તાલુકાના બેલડા ગામ પાસે દરોડો પાડી બે જુગારીને પકડી પાડયા હતા. જ્યારે ત્રણ શખ્સ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. બેલાની ખાણમાં આ પાંચેય શખ્સ પત્તાટીંચતા હતા. એલસીબી ટીમે જસદણ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવી રૂ.11500ની રોકડ જપ્ત કરી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર, જસદણ પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રભાઈ ગોહિલ, કોન્સ્ટેબલ મથુરભાઈ વાસાણી, ભોજાભાઈ ત્રમટાને મળેલ બાતમીના આધારે દરોડો પાડી જસદણના બેલડા ગામ પાસે ચંદનનાથ ડુંગરમાં જવાના રસ્તે બેલાની ખાણમાં જુગાર રમતા નિલેશભાઈ વિરમભાઈ ભાલાળા (ઉ.વ.32 રહે.બોટાદ, પાળીયાદ રોડ, કૈલાશનગર), બાબુભાઈ તળશીભાઇ રાઠોડ (ઉ.વ.45 રહે.દેરાળા, તા.ગઢડા જિ.બોટાદ)ને દબોચી લીધા હતા. જ્યારે મુન્નાભાઇ ઉર્ફે કાલીસ લખાભાઈ મીઠાપરા ( રહે.કાનીયાડ તા.જિ.બોટાદ ), રમેશભાઈ ઉર્ફે માસ્તર સામજીભાઈ સાંકળીયા (રહે.અળવ તા.રાણપુર જિ.બોટાદ), ભરત ઉર્ફે દામો નારણભાઇ મકવાણા (રહે.બોટાદ, ખસ રોડ ) સ્થળ પરથી નાસી ગયાં હતાં. જેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. એલસીબીની ટીમે રોકડ રૂ. 11,500 કબ્જે કરી પાંચેય સામે જુગાર ધારાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy