વલસાડ લોકસભા બેઠક લડી રહેલા ભાજપના ઉમેદવાર ધવલ પટેલ મુળ આઇટી ફિલ્ડના છે અને તેઓ ભાજપના આઇટી સેલને સંભાળી ચૂકયા છે અને તેમના ચૂંટણી પ્રચારમાં વિડીયો ગેમ લાવ્યા છે તેઓ મારીયો ગેમથી એક વિડીયો બનાવ્યો છે.
જેમાં વિડીયોમાં સુપર મારીયોનું કેરેકટર પર ધવલ પટેલનો ચહેરો મોર્ફ કરીને લગાવી દેવામાં આવ્યો છે અને વિડીયોમાં કેરેકટર આગળ વધે તેમ બેરોજગારી, નિરક્ષતા, તૃષ્ટિકરણ અને ભ્રષ્ટાચાર મુદા પર લડતા અને વિજેતા થતા દર્શાવાય છે આ વિડીયો વાયરલ કરી દીધો છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy