પીએમને હિન્દીના કેટલાક શબ્દો-મુસલમાન, મંદિર-મસ્જિદ, પાકિસ્તાન જ પસંદ: લાલુ યાદવ

India, Politics | 04 May, 2024 | 09:49 AM
વડાપ્રધાન નોકરી, રોજગારી, ગરીબી, મોંઘવારી, બેરોજગારી જેવા મુદ્દા ભુલી ગયા છે : રાજદ પ્રમુખ
સાંજ સમાચાર

પટણા (બિહાર),તા.4

રાજદ પ્રમુખ લાલુપ્રસાદ યાદવે ગઈકાલે વડાપ્રધાન મોદી પર કટાક્ષ કર્યો હતો કે, હિન્દીમાં લગભગ દોઢ લાખ શબ્દો છે પણ પીએમને માત્ર કેટલાક શબ્દો જ પસંદ છે.

લાલુએ કહ્યું હતું કે, આ શબ્દોમાંથી વડાપ્રધાન મોદીને સૌથી પસંદગીના શબ્દો છે- પાકિસ્તાન, સ્મશાન, કબ્રસ્તાન, હિન્દુ-મુસલમાન, મંદિર-મસ્જીદ, મછલી-મુગલ, મંગલસૂત્ર, ગાય-ભેંસ... લાલુએ જણાવ્યું હતું કે, ઉપરનું લિસ્ટ પહેલા બે તબકકાની ચૂંટણી થવા સુધીનું છે. સાતમા તબકકા સુધીમાં આ લિસ્ટમાં વધુ બે-ચાર નામ વધી શકે છે.

લાલુએ કટાક્ષ કર્યો હતો કે, વડાપ્રધાન નોકરી-રોજગાર, ગરીબી-કિસાની, મોંઘવારી-બેરોજગારી, વિકાસ-રોકાણ, છાત્ર-વિજ્ઞાન-નવયુવાન વગેરે મુદ્દા ભુલી ગયા છે.

ઉલ્લેખનીય છે કે, લાલુપ્રસાદ આ દિવસોમાં રાજનીતિક રીતે પુરી રીતે સક્રીય છે અને પોતાની પુત્રી રોહિણી આચાર્યના ચુંટણી ક્ષેત્ર સારણમાં સભા કેમ્પેન કરી રહ્યા છે. આ સાથે જ ઈન્ડીયા મહા ગઠબંધનને બિહારમાં વૈચારિક રીતે પણ મજબૂતી આપી રહ્યા છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj