સેન્સેકસમાં 200 પોઈન્ટની તેજી: મેટલ શેરો ઝળકયા: વોડાફોન નરમ

India, Business | 24 April, 2024 | 05:09 PM
સાંજ સમાચાર

રાજકોટ તા.24
મૂંબઈ શેરબજારમાં આજે તેજીની આગેકુચ રહી હતી. પસંદગીનાં શેરોમાં લેવાલીનો દોર જારી રહેતા સેન્સેકસમાં 200 પોઈન્ટનો ઉછાળો હતો. શેરબજારમાં આજે માનસ પોઝીટીવ હતો મુખ્યત્વે ઈઝરાયેલ-ઈરાન વચ્ચે હાલત વણસવાની શંકા દુર થવા લાગી હોવાથી સારી અસર હતી.

ભારતીય અર્થતંત્રનો ડંકો, ચોમાસું નોર્મલ કરતા પણ સારૂ રહેવાની આગાહી, તેજીને ટેકારૂપ હતી. જાણીતા શેરબ્રોકરોનાં કહેવા પ્રમાણે ચૂંટણીના કોઈ પ્રત્યાઘાતો નથી કારણ કે મોદી સરકારનું ફરી સતા પર આવવાનું નિશ્ર્ચિત ગણવામાં આવે છે.પ્રિ-ઈલેકશન રેલી હોવાની છાપ છે.

શેરબજારમાં આજે સીપ્લા, જેએસડબલ્યુ સ્ટીલ, ટાટા સ્ટીલ, હિન્દાલકો, સેઈલ, હિન્દુસ્તાન, એરોનોટીકસ, ચેન્નાઈ પેટ્રો, એકસીસ બેંક, બજાજ ફાઈનાન્સ, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, કોટક બેંક, લાર્સન, એનટીપીસી, ટાટા પાવર, ટાટા મોટર્સ, વગેરે ઉંચકાયા હતા. ટેક મહિન્દ્ર, ટાઈટન, ટીસીએસ, ભારતી એરટેલ, ઈન્ફોસીસ, મારૂતી, રીલાયન્સ, સ્ટેટ બેંક, ટાઈટન વગેરે નબળા હતા.

મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ 205 પોઈન્ટના ઉછાળાથી 73944 હતો તે ઉંચામાં 14121 તથા નીચામાં 73861 હતો.નેશનલ સ્ટોક એકસચેંજનો નીફટી 65 પોઈન્ટ વધીને 22433 હતો તે ઉંચામાં 22476 તથા નીચામાં 22399 હતો.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj