રાજકોટ, તા. 19
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે ચાલુ માસ અને આવતા મહિના દરમ્યાન લેવાનાર જુનીયર અને સીનીયર કલાર્કની પરીક્ષા વહીવટી કારણોસર હાલ સ્થગિત કરી દેવાઇ છે અને લોકસભાની ચૂંટણીઓ બાદ હવે પરીક્ષાની નવી તારીખ જાહેર કરાશે તેમ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે જાહેર કર્યુ છે.
મંડળના સચિવ હસમુખ પટેલના જણાવ્યા મુજબ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગરની જાહેરાત ક્રમાંક: 212/202324, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-3 (ગ્રુપ-એ તથા ગ્રુપ-બી) ની પ્રથમ તબક્કાની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા તા. 1-4 ના રોજથી શરૂ કરવામાં આવેલ છે.
મંડળ દ્વારા આયોજીત પરીક્ષા કાર્યક્રમની તા. 20,21,27,28 એપ્રિલ 2024 અને તા. 04,05 મે 2024ના રોજ રાખવામાં આવેલ તમામ શિફ્ટની પરીક્ષાઓ વહીવટી કારણોસર હાલ પુરતી મોકૂફ રાખવામાં આવેલ છે તથા તા. 8-5 અને 9-5ના રોજનો પરીક્ષા કાર્યક્રમ યથાવત રાખવામાં આવેલ છે. મોકૂફ રાખવામાં આવેલી પરીક્ષાની નવી તારીખો ટૂંક સમયમાં પ્રસિધ્ધ કરવામાં આવશે. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા જણાવવામાં આવેલ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy