અમદાવાદ:
યુગલો વચ્ચેના વિવાદના કેસમાં હાઈકોર્ટ સામાન્ય રીતે તમો વચ્ચે સમાધાન-સમજુતીના તમામ પ્રયાસો કરીને લગ્નજીવન જળવાઈ રહે તેવા પ્રયાસો કરતા હોય છે પણ એક અપવાદ જેવા કેસમાં ગુજરાત હાઈકોર્ટ એક પતિ-પત્ની અને ‘વો’ જેવા કેસમાં પત્નીને તેના પતિ નહી પણ લીવ-ઈન-પાર્ટનર- પ્રેમી સાથે રહેવા મંજુરી આપી હતી.
આ મહિલાના પ્રેમીએ હાઈકોર્ટમાં હેબીયર્સ કોર્પસ અરજી જેમાં જણાવ્યું હતું કે તેની લીવ-ઈન-પાર્ટનરને તેના પતિ બળજબરીથી લઈ ગયા છે તેને પરત અપાવવામાં હાઈકોર્ટ સહાય કરે તે જરૂરી છે.
અમરેલી જીલ્લાના ખાંભામાં આ પરણીત મહિલા અને તેના લીવ-ઈન-પાર્ટનર-પ્રેમી સાથે રહે છે. આ મહિલાને તેના પતિ સાથે વિવાદ થયા બાદ પુત્રને પણ પતિ પાસે છોડીને પહેલા તેના પિતાના ઘરે પરત ફરી હતી. બાદમાં તે પોતે લીવ-ઈન-પાર્ટનર તરીકે એક પુરૂષ સાથે રહેવા લાગી હતી અને બન્નેએ લીવ-ઈન-કરાર પણ કર્યા હતા અને ખાંભામાં રહેતા હતા.
એક માસ બાદ મહિલાના પતિએ તેમના ઘરે આવીને અને સાથે ઝગડો થયા બાદ પત્નીને બળજબરીની સાથે પોતાના ઘરે મહુવા લઈ ગયો હતો પણ લીવ-ઈન પાર્ટનર આ અંગે ખાંભા પોલીસે હુમલા તથા તેના પાર્ટનરના અપહરણની ફરિયાદ નોંધાવી હતી તથા હાઈકોર્ટમાં હેબીયર્સ કોર્પસની અરજી પણ કરી હતી.
તેના પાર્ટનરને પિતાના ઘરે બળજબરીથી રખાઈ હોવાનું જણાવીને તેને મુક્ત કરાવવા અરજી કરી હતી અને તેનો લીવ-ઈન-કરાર પણ હાઈકોર્ટમાં રજુ કર્યો હતો તથા પોલીસ ફરિયાદ પણ રજુ કરી જેમાં તેના પાર્ટનર બળજબરીથી ઉપાડી જવાયાનુ લખાયુ હતું.
હાઈકોર્ટના ન્યાયમૂર્તિ એ.વાય.કોગ્જે તથા ન્યાયમૂર્તિ એસ.જે.દવેની ખંડપીઠે પોલીસને આ મહિલાને રજુ કરવા આદેશ આપ્યો હતો અને મહિલાને તેની ઈચ્છા પુછતા તેણે લીવ-ઈન-પાર્ટનર સાથે રહેવાનું પસંદ કર્યુ હતું.
હવે આ કાર્ટ હેબીયર્સ કોર્પસ- જયુરીડીકશનનો હોવાથી મહિલાને તેની ઈચ્છા મુજબ તેના પાર્ટનર સાથે રહેવાની મંજુરી આપી હતી અને તેમાં ઘરે પહોંચે ત્યાં સુધી પોલીસ સુરક્ષા પણ આપવા આદેશ આપ્યો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy