અનફીટ લગ્ન ડ્રેસ પહેરવાની ફરજ પડી તે માનસિક પરેશાની: વળતર ચુકવવા બુટીક સંચાલકને આદેશ

Off-beat, Gujarat | Vadodara | 29 March, 2024 | 11:57 AM
વડોદરા ગ્રાહક અદાલતનો ચુકાદો: પાંચ વર્ષનો જંગ સફળ બન્યો
સાંજ સમાચાર

વડોદરા: તમો લગ્ન કે તેવા સમારોહમાં પહેરવા માટે ખાસ પ્રકારના મોંઘા ડ્રેસ સિવડાવ્યા હોય અને જયારે પ્રસંગમાં પહેરવા માટે તે કાઢો તો અનફીટ અથવા તો સિલાઈની ક્ષતિ હોય તો તમારો ‘મૂડ’ બગડી જાય તે સ્વાભાવિક છે.

ખાસ કરીને મહિલાઓ જેમાં પોતાના ખાસ વેડીંગ-ડ્રેસથી પ્રભાવ પાડવાની ઈચ્છા ધરાવતી હોય તેને પછી આખરી ઘડીએ અનફીટ ડ્રેસ પહેરવા સિવાય વિકલ્પ રહેતો નથી અને તેની માટે તો ‘પ્રસંગ’ બગડી જાય. વડોદરામાં આ પ્રકારના જ એક કેસમાં ગ્રાહક અદાલતે અનફીટ-ડ્રેસ બદલ રૂા.5000નું વળતર ચુકવવા આદેશ આપ્યો હતો.

અદાલતે નોંધ્યું કે, અનફીટ ડ્રેસ પહેરીને લગ્નમાં જવાની ફરજ પડે તો તે એક માનસિક વ્યથાનો અનુભવ થાય છે. દીપિકા દવેએ તેની નવી સાડીને મેચીંગ થાય તેવા ત્રણ બ્લાઉસ અહીના બુટીક લા વિનિત્રા માં ઓર્ડર આપ્યા હતા. 2017માં તેણે તેના પુત્રીના બે ડ્રેસ પણ સીવડાવ્યા હતા. રૂા.5000નું બિલ પણ ચુકવી દીધુ હતુ.

તેઓ જયારે ટ્રાયલ કરી તો યોગ્ય ફીટીંગ ન હતું તેની પુત્રીના ડ્રેસ પણ ફીટ ન હતા તેણે બુટીક સંચાલકો સાથે વાત કરી તથા બ્લાઉસ પીસથી બીજા બ્લાઉસ સીવી આપવા કહ્યુ પણ બુટીક સંચાલકોએ તેમ ન કર્યુ અને લગ્ન સમારોહમાં તેને આ અનફીટ ડ્રેસ પહેરવાની ફરજ પડી હતી પણ તેણે બુટીક સંચાલકને પાઠ ભણાવ્યા.

ગ્રાહક અદાલતમાં 2018માં દાવો દાખલ કર્યો અને યોગ્ય માપ લીધુ હોવા છતાં તેણે અનફીટ ડ્રેસ સિવ્યા અને તેને સંકોચ સાથે આ ડ્રેસ પહેરવાની ફરજ પડી હતી. તેણે કુલ રૂા.10000 આ માટે ચુકવ્યા તેણે માપ સાઈઝ પેમેન્ટ વિ.ના પુરાવા પણ રજુ કર્યા.

અદાલતે તમામ માહિતી ચકાસ્યા બાદ કહ્યું કે, અનફીટ ડ્રેસ પહેરવાની મહિલા અને તેના પુત્રીને ફરજ પડી હતી. જે તેના માટે માનસિક સતામણી વ્યથા જેવી બાબત હતી અને તેના માટે રૂા.3000નું વળતર અને કાનૂની ખર્ચ પેટે રૂા.2000 એમ કુલ રૂા.5000 ચુકવવા આદેશ આપ્યો હતો.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj