અમીરગઢ : બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ ચેકપોસ્ટ પર અમીરગઢ પોલીસ ચૂંટણીને ધ્યાને રાખી કોઈ ગેરકાયદે હેરાફેરી ન થાય તે માટે વાહન ચેકિંગ કરતી હતી. તે દરમિયાન એક ક્રેટા ગાડીમાંથી 1.07 કરોડથી વધુનું મેથામ્ફેટામાઈન ડ્રગ્સ ઝડપી પાડયું હતું. પોલીસે કુલ 1.16 કરોડનો મુદ્દામાલ કબજે લઈ ત્રણની અટકાયત કરી છે. ખુલાસો થયો છે આ ત્રણેય વ્યક્તિ જામનગરના વતની છે.
બનાસકાંઠા જિલ્લાની અતિ સંવેદનશીલ ગણાતી પોલીસ ચેકપોસ્ટ પરથી મેથએમ્ફેટામાઇન નામનું ડ્રગ્સ ઝડપાયું છે. જેમાં અમીરગઢ પોલીસ રાજસ્થાનથી આવતા તમામ વાહનોનું રૂટિંગ ચેકિંગ કરી રહી હતી તે દરમિયાન રાજસ્થાન તરફથી એક સફેદ ક્રેટા ગાડી આવતાં પોલીસને તે શંકાસ્પદ લગતા ગાડી સાઈડમાં કરાવી તેની તપાસ કરતાં જ પોલીસને 1.72 કિલો જેટલું મેથએમ્ફેટામાઈન નામનું ડ્રગ્સ મળી આવ્યું હતું. આમ, પોલીસે 1.07 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડયું હતું.
જ્યારે કાર મળી કુલ 1,16,49,400ના મુદ્દામાલ સાથેજેથી પોલીસે ગાડીમાં સવાર ત્રણેયને પકડી કાયદેસરની કાર્યવાહી કરી હતી. જેમાં ઇસરાક આરીફભાઈ બલોચ (રહે. 65 અમન સોસાયટી, કાલાવડ ગેટ, શાહ પેટ્રોલપંપની સામે, જામનગર), સોહેલ ઓસમાણ સિંધી (નદીપા રોડ, ત્રણ દરવાજા જામનગર) અને અસલમ અબ્દુલ સત્તારભાઈ દરજાદા (રહે. હોઝા ગેટ, સિલ્વર સોસાયટી, 50-શિશુ વિહારવાળી શેરી, લીમડા લાઈન, જામનગર) ત્રણેયને ઝડપી પાડી અમીરગઢ પોલીસે તેમની વિરુદ્ધ નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબટેન્સિસ એક્ટ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy