રાજકોટ,તા.14
ગુજરાતમાં ચોમાસાની ગતિ થોડી મંદ પડી છે પરંતુ નવસારી અને ડાંગમાં ગાજવિજ સાથે ભારે વરસાદ પડયો છે.આજે સતત બીજા દિવસે નવસારીમાં ગાજવિજ સાથે વરસાદ પડયો હતો. જયારે ડાંગનાં ગલકુંડ વિસ્તારમાં સાથે વાદળ ફાટતાં ખાપરી નદીમાં ઘોડાપૂર આવી ગયું હતું.
મળતી વિગતો મુજબ આજે નવસારી શહેરમાં સતત બીજા દિવસે વરસાદ વરસ્યો છે. નવસારી શહેરમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. જિલ્લાના અનેક તાલુકામાં પણ વરસાદ નોંધાયો છે. ધોધમાર વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
ગુજરાતમાં ચોમાસાના આગમન સાથે જ મેઘરાજાએ ધણબણાટી બોલાવવાનું શરુ કર્યુ છે.દક્ષિણ ગુજરાતમાં અનેક જિલ્લામાં છેલ્લા થોડા દિવસથી મેઘરાજાની સતત મહેર ઉતરી રહી છે.ખાસ કરીને નવસારી જિલ્લામાં અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે.
આજે નવસારી શહેરમાં સતત બીજા દિવસે વરસાદ વરસ્યો છે. નવસારી શહેરમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. જિલ્લાના અનેક તાલુકામાં પણ વરસાદ નોંધાયો છે. ધોધમાર વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. સતત બીજા દિવસે વરસાદ વરસતા બફારાથી લોકોને રાહત મળી છે.
ઉલ્લેખનિય છે કે, હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી હતી. તે મુજબ આજે ડાંગના આહવામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ગલકુંડ વિસ્તારમાં તો આભ ફાટ્યું છે જેના પગલે નીચાણવાળા વિસ્તારોમાં ઠેર-ઠેર પાણી ભરાયા છે. ડાંગ જિલ્લામાં હાલ વરસાદી માહોલ છવાયો છે.
સાપુતારા સહિતના વિસ્તારોમાં છૂટાછવાયો વરસાદ વરસ્યો છે. ડાંગમાં વાદળ ફાટતા ખાપરી નદીમાં અચાનક ઘોડાપુર આવ્યું હતું. નદીના કેચમેન્ટ વિસ્તારમાં આવતા ડુબાઉ કોઝવે પર નદીના પૂરના પાણી ફરી વળતા થોડા સમય માટે વાહન વ્યવહાર ખોરવાયો હતો.
અમદાવાદમાં ભારે ઉકળાટ અને બફારાથી લોકો કંટાળી ગયા હતા ત્યારે ગુરુવાર સાંજે મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું હતું. જોકે સાંજના સમયે શહેરમાં વધુ ટ્રાફિક થતો હોવાથી વાહનચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા. દરમિયાન વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક થતા લોકોને રાહત મળી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy