રાજકોટમાં ‘વિકસીત ભારત 2047’ સંવાદ કાર્યક્રમમાં કેન્દ્રીય રેલવેપ્રધાનનો નિર્દેશ

રાજકોટ-અમદાવાદ વચ્ચે 130 કિમીની ઝડપે ટ્રેન દોડશે: અશ્વિની વૈષ્ણવ

Gujarat | Rajkot | 26 April, 2024 | 05:41 PM
રાજકોટ રેલવે સ્ટેશન ‘વર્લ્ડકલાસ’ બનશે: બે માસમાં ડિઝાઈન તૈયાર થતા જ કામ શરૂ કરાશે
સાંજ સમાચાર

► રાજકોટ-વડોદરા રેલમાર્ગમાં આણંદ પાસે બાયપાસ ટ્રેક: અમદાવાદ નહીં આવે: જમીન સંપાદનનું કામ ચાલુ
►નવી વંદે મેટ્રો પણ વ્હેલી તકે શરૂ થશે; રાજકોટ-અમદાવાદ વચ્ચે પણ દોડાવાશે
►રાજકોટને નવી ટ્રેનો, રેલવે કનેકટીવટી વધારશે

 

રાજકોટ તા.25
રાજકોટ-અમદાવાદ વચ્ચે 130 કિલોમીટરની ઝડપ ધરાવતી ટ્રેન દોડાવાશે અને માત્ર બે-સવા બે કલાકમાં જ પહોંચી શકાશે જયારે વડોદરા માટે નવો ‘બાયપાસ ટ્રેક’ ઉભો કરવા સહિતના પ્રોજેકટો રાજકોટ માટે ઘડાયા હોવાનો નિર્દેશ કેન્દ્રીય રેલવેપ્રધાન અશ્ર્વીની વૈષ્ણવે આપ્યો હતો. રાજકોટ રેલવે સ્ટેશનને વર્લ્ડકલાસ બનાવવાની ડિઝાઈન બે માસમાં તૈયાર થઈ જવા સાથે કામ શરૂ થઈ જવાનું પણ તેમણે કહ્યું હતું.

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા યોજાયેલા વિકસીત ભારત 2047 સંવાદ કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા કેન્દ્રીય રેલવેપ્રધાન અશ્ર્વીની વૈષ્ણવે રાજકોટ સહિત ગુજરાતના સૂચિત રેલ પ્રોજેકટો વિશે મહત્વનો નિર્દેશ કર્યો હતો. રાજકોટના પ્રોજેકટ વિશે તેઓએ કહ્યું કે રાજકોટના રેલવે સ્ટેશનને વર્લ્ડ કલાસ બનાવવાનું ‘અમૃત ભારત સ્ટેશન’ની યાદીમાં સામેલ કરાયુ જ છે. બે મહિનામાં ડીઝાઈન તૈયાર થઈ જશે. લોકલ ટચ મળે તે માટ સ્થાનિક લેવલે ડિઝાઈનનું કામ સોંપાયુ છે. બે માસમાં આધુનિકીકરણની કામગીરી શરૂ થઈ જશે.

રાજકોટના ભક્તિનગર ઉપરાંત પડધરી તથા વાંકાનેર સ્ટેશનોને પણ વર્લ્ડકલાસ બનાવાશે. તેમણે કહ્યું કે રાજકોટથી વડોદરાના રેલનગર માટે બાયપાસ ટ્રેકનો પ્રોજેકટ હાથ ધરાશે તે સાકાર બન્યા બાદ અમદાવાદ સ્ટેશન નહીં આવે અને અંતર ઘટી જશે. આણંદ પાસેથી બાયપાસ ટ્રેક તૈયાર કરાશે. જે માટે જમીન સંપાદનની કામગીરી ચાલી રહી છે.

ભારતની ‘મેઈન ઈન ઈન્ડીયા’ વંદેભારત બાદ સરકાર હવે વંદે મેટ્રો ટ્રેન શરૂ કરવાની તૈયારીમાં છે. આગામી જૂન-જુલાઈમાં પ્રથમ ટ્રેન ફેકટરીમાંથી બહાર આવી જશે. રાવલ સહિતની કામગીરી બાદ દેશમાં દોડવા લાગશે. રાજકોટ અને અમદાવાદ મહત્વના કનેકટીંગ સેન્ટર હોવાથી આ શહેરો વચ્ચે વંદે મેટ્રોની ફાળવણી નિશ્ર્ચિત છે. રાજકોટ-અમદાવાદ વચ્ચે 130 કીમીની ઝડપે ટ્રેન દોડશે અને બે-સવા બે કલાકમાં જ પહોંચી શકાશે.

રેલવે ટ્રેક પર ગાય-ઢોરના મોત થવાના કિસ્સા રોકવા માટે ટ્રેન આસપાસ ફેન્સીંગ નાખવાનો પણ પ્રોજેકટ છે. રેલવેપ્રધાને કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં રેલવેએ 31000 કીમીના 10 ટ્રેન નાખ્યા છે અને હવે દર વર્ષે 5000 કીમીના ટ્રેક બીછાવવાનો ટારગેટ છે.

► વેપાર-ઉદ્યોગકારોનું પ્રતિનિધિ મંડળ દિલ્હી આવે, રેલવે સહિતના વિભાગોની સંયુકત બેઠક કરાશે
         તમામ સમસ્યાના ઉકેલ માટે એકશન પ્લાન ઘડવા બાંહેધરી

કેન્દ્રીય રેલવે પ્રધાને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની આગેવાનીમાં સમગ્ર વેપાર ઉદ્યોગના પ્રતિનિધિ મંડળને દિલ્હી આવવાનું આહવાન કર્યુ હતું. તેઓએ કહ્યું કે પ્રતિનિધિ મંડળ દિલ્હી આવે તો રેલવે સહિતના અન્ય કોઇપણ વિભાગોના પ્રશ્નો હોય તો તમામ મંત્રાલયો સાથેની સંકલિત બેઠક થઇ શકે અને તમામ મુદાઓનું નિરાકરણ આવી શકે  આ માટે ચેમ્બર ઓફ કોમર્સે નેતૃત્વ લઇને સંબંધિત તમામ વેપાર ઉદ્યોગના પ્રતિનિધિઓને સામેલ કરીને પ્રતિનિધિ મંડળ તરીકે દિલ્હી આવવા અને સરકાર સાથે બેઠક કરવાની તેમણે બાંહેધરી આપી હતી.

રાજકોટ આધારીત વિવિધ  સુવિધાઓનો એકશન પ્લાન ઘડવાની પણ તૈયારી બતાવી હતી. ચેમ્બર ઓફ કોમર્સ સહિતના વેપારી પ્રતિનિધિઓએ રેલવે સહિતના વિવિધ પ્રશ્નો રજૂ કર્યા તેના જવાબમાં અશ્વિની વૈષ્ણવે બાંહેધરી આપી હતી. 

► સેમી કન્ડકટર-ચીપ્સ ક્ષેત્રમાં હરણફાળ :  ગુજરાતનું દાહેજ ખુબ ઉપયોગી બનશે
ડિજીટલ યુગમાં સેમી ક્ધડકટર તથા ચીપ્સના ઉત્પાદન ક્ષેત્ર તરફ ભારતે ધ્યાન ફોકસ કર્યુ છે. કેમેરાથી માંડીને રોકેટ સુધી દરેક ક્ષેત્રમાં ચીપ્સની અનિવાર્યતા હોય છે તેના ઉત્પાદનમાં ભારત ઝડપભેર આગળ વધી રહ્યું છે. આ ક્ષેત્રમાં પણ ગુજરાતને ઘણો મોટો લાભ થાય તેમ છે. ચીપ્સ ઉત્પાદનમાં કેમીકલ્સની ખાસ જરૂરીયાત હોય છે અને ગુજરાતનું દાહેજ કેમીકલ ક્ષેત્રમાં મોટુ નામ ધરાવે છે.

► 2014 બાદ મોદી સરકારે જ દેશને આર્થિક  સધ્ધર બનાવ્યો : કોંગ્રેસ પર આકરા પ્રહારો
          નવી સરકારના 100 દિવસ તથા પાંચ વર્ષનો રોડ મેપ પણ તૈયાર

રાજકોટ આવેલા કેન્દ્રીય રેલવે પ્રધાને સંવાદ કાર્યક્રમમાં કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેઓએ ભુતકાળની સરકારો પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે દેશમાં 1947થી 1990 સુધી ‘ફાઇલ સરકાર’ જ હતી. પ્રોજેકટો ફાઇલમાંથી બહાર આવતા જ ન હતા. સતાનું કેન્દ્ર માત્ર દિલ્હી હતું અને અન્ય કોઇને કોઇ નિર્ણયો લેવાની છુટ ન હતી. 

પરિણામે આર્થિક વિકાસ થયો ન હતો. 2004થી 2014 સુધી વૈશ્વિક અર્થતંત્રમાં ભારતનું સ્થાન 11મું હતું. પરંતુ 2014માં મોદી સરકાર આવતાની સાથે જ અર્થતંત્ર સીકલ બદલાવી નાંખી છે. આજે દુનિયાભરમાં ભારતીય અર્થતંત્રનો ડંકો વાગી રહ્યો છે. દુનિયાના સૌથી મોટા અર્થતંત્રમાં ભારતનું સ્થાન પાંચમું થયું છે. એટલું જ નહીં આવતા વર્ષોમાં ત્રીજા નંબરે આવી જશે.

મોદી સરકાર આર્થિક સહિતના તમામ મોરચે નકકર કામગીરી કરી રહી છે. 2047માં ભારતને વિકસીત રાષ્ટ્ર બનાવવાનો ટાર્ગેટ નકકી કરવાની સાથોસાથ નવી સરકારના 100 દિવસ માટેનો અને પાંચ વર્ષના સમગ્ર સતાકાળ માટેનો રોડમેપ પણ તૈયાર કરીને આવ્યો છે. મોદી સરકારે દેશની બેકીંગ વ્યવસ્થાને પણ ઘણી મજબુત બનાવી દીધી છે. 

 

 

 

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj