અમેરિકામાં ભણતા બે ભારતીય છાત્રોના કાર અકસ્માતમાં કમકમાટીભર્યા મોત

Gujarat | Ahmedabad | 24 April, 2024 | 12:17 PM
બે કાર સામસામે ટકરાઈ: બંન્ને કારોના ચાલકો ઘાયલ: બંન્નેના મૃતદેહો ભારત લાવવા કાર્યવાહી શરૂ
સાંજ સમાચાર

અમદાવાદ,તા.24
સ્ટૂડન્ટ વિઝા પર અમેરિકા ગયેલા બે ભારતીય યુવકોના એક રોડ એક્સિડન્ટમાં કમકમાટીભર્યા મોત થયા છે. આ બંને સ્ટૂડન્ટ્સ તેલંગાણાના હતા અને તેઓ એરિઝોના સ્ટેટ યુનિવર્સિટીમાં ભણતા હતા. પોલીસના જણાવ્યા અનુસાર આ સ્ટૂડન્ટ્સની ઓળખ ગૌતમ કુમાર પારસી અને મુક્કા નિવેશ તરીકે કરવામાં આવી છે જે બંનેની ઉંમર માંડ 19 વર્ષ હતી.

શનિવારે સાંજે તેઓ પોતાના અન્ય એક મિત્ર સાથે કારમાં સવાર હતા, જેની ટક્કર અન્ય એક કાર સાથે થતાં ગૌતમ અને નિવેશના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે તેમની કાર ચલાવી રહેલા તેમજ જે કાર સાથે તેમનો અકસ્માત થયો હતો તેના ડ્રાઈવરને ઈજાઓ પહોંચી હતી.

કોલેજના સેખન્ડ યરમાં ભણતા નિવેશ અને ગૌતમ પોતાના દોસ્તો સાથે વીકેન્ડ ટ્રીપ પર ગયા હતા, જ્યાંથી પાછા આવતા તેમને આ અકસ્માત નડ્યો હતો. અમેરિકન મીડિયાના રિપોર્ટ્સ અનુસાર શનિવારે સાંજે સવા છ વાગ્યે પ્યૂરિયા પોલીસને કેસ્ટલ હોટ સ્પ્રિંગ્સ રોડ પર અકસ્માત થયો હોવાનો મેસેજ મળ્યો હતો.

જોકે, પોલીસ તેમજ મેડિકલ ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ત્યાં સુધીમાં નિવેશ અને ગૌતમના શ્વાસ બંધ થઈ ચૂક્યા હતા. આ અકસ્માત ઓવર સ્પિડિંગ કે પછી ડ્રાઈવરની બેદરકારીને કારણે થયો હતો કે કેમ તે અંગે પોલીસે હજુ સુધી કોઈ માહિતી જાહેર નથી કરી.

ગૌતમ અને નિવેશ એરિઝોના સ્ટેટ યુનિવર્સિટીમાં કમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કરતા હતા, ગૌતમે આ યુનિવર્સિટીમાં 2022માં એડમિશન લીધું હતું જ્યારે નિવેશ 2023માં અમેરિકા ગયો હતો. અકસ્માતમાં મોતને ભેટેલો ગૌતમ આવતા મહિને જ ઈન્ડિયા આવવાનો હતો અને તેણે પોતાની ટિકિટ્સ પણ બુક કરાવી લીધી હતી. જવાનજોધ દીકરાના અમેરિકામાં મોત થતાં આ બંને યુવકોના પરિવારજનો પણ આઘાતમાં સરી પડ્યા છે.

ગૌતમ તેલંગાણાના જનગાંવ જિલ્લાનો વતની હતો અને તેના પિતા ગોલ્ડના બિઝનેસ સાથે સંકળાયેલા છે, જ્યારે નિવેશ કરીમનગરના હુઝુરાબાદનો વતની હતો અને તેના માતા-પિતા બંને ડોક્ટર્સ છે. સૂત્રોનું માનીએ તો બંને મૃતકોના અંતિમ સંસ્કાર તેમના વતનમાં કરવામાં આવશે, અને તેમની બોડીને ઈન્ડિયા લાવવાની પ્રક્રિયા પણ શરૂ કરી દેવાઈ છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj