સમન્વય સોસાયટીમાંથી દારૂના જથ્થા સાથે બે સપ્લાયર ઝડપાયા

Crime | Rajkot | 27 April, 2024 | 04:14 PM
ક્રાઈમ બ્રાંચની ટીમે લીસ્ટેડ બુટલેગર નિખીલ કોટેચાએ ભાડે રાખેલ મકાન નં.30માં દરોડો પાડી દારૂની 29 બોટલ સાથે મનીષ સાંચલા અને પારસ વાળાને દબોચ્યા: બુટલેગરની શોધખોળ
સાંજ સમાચાર

રાજકોટ તા.27
 રૈયા રોડ પર આવેલ સમન્વય સોસાયટીમાં મકાન નં.30માં ક્રાઈમ બ્રાંચે દરોડો પાડી લીસ્ટેડ બુટલેગર નિખીલ કોટેચાએ સંતાડેલ દારૂના જથ્થા સાથે બે સપ્લાયરને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જયારે બુટલેગર નિખીલ કોટેચાને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.
 

દરોડાની વિગત મુજબ ક્રાઈમ બ્રાંચના પીઆઈ એમ.આર. ગોંડલીયાની રાહબરીમાં પીએસઆઈ એમ.જે. હુણ ટીમ સાથે પેટ્રોલીંગમાં હતા ત્યારે સાથેના હેડ કોન્સ. અમીત અગ્રવાલ અને કોન્સ. વાલજી જાડાને રૈયા રોડ પર આવેલ સમન્વય સોસાયટીમાં આવેલ મકાન નં.30માં દારૂનો જથ્થો સંતાડેલ હોવાની ચોકકસ બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી મકાનમાં છુપાવેલ દારૂની 29 બોટલ રૂા.99,908ના મુદ્દામાલ સાથે મનીષ રસીક સાંચલા (ઉ.30) (રહે. રણુજાનગર શેરી નં.3, કોઠારીયા રોડ) અને પારસ ઉર્ફે રાજેશ સુભાષ વાળા (ઉ.23) (રહે. હાલ સમન્વય સોસાયટી શેરી નં.30 મુળ મીઠાપુર-દેવ ભૂમી દ્વારકા)ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ક્રાઈમ બ્રાંચના સુત્રોએ જણાવ્યું હતું કે રાજકોટના લીસ્ટેડ બુટલેગર નિખીલ કોટેચાએ સમન્વય સોસાયટીમાં મકાન ભાડે રાખી દારૂનો જથ્થો ઉતાર્યો હતો અને પકડાયેલા બન્ને શખ્સોને દારૂની ડીલેવરી માટે રાખ્યા હોવાનું પકડાયેલા શખ્સોએ કબુલાત આપી હતી. લીસ્ટેડ બુટલેગર નિખીલ કોટેચાની ક્રાઈમ બ્રાંચે શોધખોળ આદરી હતી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj