(ફારૂક કાઝી) ઉના, તા. 29
લોકસભાની ચૂંટણીનાં મતદાન ને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે એક તરફ તંત્ર દ્વારા વધુમાં વધુ મતદાન થાય તે માટે અલગ અલગ કાર્યક્રમો કરીને જાગૃત કરાયાં રહ્યા છે તો બીજી તરફ મતદાર યાદી માં અનેક છબરડા બહાર આવી રહ્યા છે ઊના તાલુકાના શેહરી વિસ્તારોમાં એક મહિલા મતદાર દિવ્યાંગ ન હોવાં છતાં પણ દિવ્યાંગ બનાવવાં માં આવેલ છે એટલું નહિં તે ધરે બેસી ને મતદાન કરાવવા પણ યાદી બનાવી તેનાં ધર સુધી બી એલ ઓ જતાં આ યુવા મહિલા મતદાર ચોકી ઊઠતાં રોષ સાથે અધિકારી ને ઊધરા લીધાં હતાં આવાં છબરડા પાછળ ભુલ કોની? તેવાં પણ સવાલો ઉઠવા પામેલ છે આ મહિલા મતદાર દિવ્યાંગ તરીકે દર્શાવવામાં આવેલ તેમનાં ધર માં કોઈ સભ્ય દિવ્યાંગ નહીં હોવાની દલીલ કરતાં અંતે તંત્ર એ વાત નો સ્વિકાર કરી ને બાદ માં મતદાન માટે ની સ્લીપ પહોંચાડી હતી.
બીજી તરફ તાલુકાના એક ગ્રામ્ય વિસ્તાર માં વયોવૃદ્ધ મતદાર ને ત્રીજી જાતી તરીકે દર્શાવવામાં આવેલ છે અને આ બાબતે પાછળ થી તંત્ર નાં ધ્યાને વાત આવતાં મતદાર યાદી માં સુધારો કરવામાં આવ્યો હતો આતો નજર સામે આવ્યા એ છબરડા છે આવી તો કેટલીય ભુલો મતદાર યાદીમાં હશે કે શું ?? તેવાં પ્રશ્ર્ન ઉભાં થયાં છે ગંભીર વાત તો એછે કે જે મતદાર વયોવૃદ્ધ છે તે મતદાર ને થડે ઝેનડર ત્રીજી જાતી તરીકે દર્શાવ્યો તે ગંભિર ગોટાળા કહેવાય મતદાર ખરેખર ત્રીજી જાતી માં આવતાં નથી તેમ છતાં પણ આવા છબરડા કોણે કર્યા તે તપાસનો વિષય બન્યો છે!! શહેરના એક વિસ્તાર નાં નામાંકિત પરીવારે તેનાં પાંચ સભ્ય નાં મતદાર યાદીમાં નામ સુધારા માટે ત્રણ વર્ષ માં પાંચ પાંચ વખત ફોર્મ ભરી ને આપ્યા તંત્ર દ્વારા તેને સુધારો થઈ ગયા ની પહોંચ પણ અપાઈ છે વારંવાર ઓફીસ માં ચકરો કાપવા છતાં તેનાં પાંચ ફેમિલી સભ્ય માંથી બે ઈલેકશન કાર્ડ આવ્યા ત્રણ વ્યક્તિના નાં ત્રણ વર્ષ વિત્યા છતાં ઇલેક્શન કાર્ડ મળ્યા નથી આ બાબતે તંત્ર એવો જવાબ આપે છે કે તમારાં કાર્ડ ની ફાઈલ માં એરલ આવતાં ક્રેક થવાથી આવતાં નથી તંત્ર ની ભુલ અને છબરડાં નો ભોગ સામાન્ય મતદાર બની રહ્યો છે.
આ બાબતે ઊના મામલતદાર નો સંર્પક કરતાં જણાવેલ કે આ ત્રીજી જાતી નાં મતદાર ન હોવાં છતાં બિ એલ ઓ ની ભુલ થી ત્રીજી જાતી નાં મતદાર હોવાની એન્ટ્રી થઈ ગયેલ છે તે ગંભીર બાબત છે પણ આ ભુલ ધ્યાને આવતાં સુધારી લીધેલ છે તેમ છતાં પણ અમારા દ્વારા પુરતી તકેદારી રાખવામાં આવશે અને જ્યાં ક્ષતી હશે તે સુધારી લેવામાં આવશે. ઊના પંથકમાં વર્ષો થી ચોક્કસ વિસ્તારોમાં એકજ બી એલ ઓ તરીકે શિક્ષકો કામ કરી રહ્યા છે આવાં શિક્ષકો ને મતદાર યાદીમાં કામગીરી કરવાં ની ઈચ્છા દર્શાવતા નથી અને ધણી વખત રજુઆત કરી ચુક્યા છે પરંતુ તંત્ર દ્વારા તેને છુટાં કરાતાં નહીં હોવાથી અનેક મતદારો નાં નામ સુધારા થી માંડી ને ઇલેક્શન કાર્ડ સુધી માં અનેક ક્ષતિઓ ઈરાદાપૂર્વક કરતાં હોય છે તેનાં કારણે મતદાર અને અધિકારી વચ્ચે સધસ સર્જાય તેવું કૃત્ય કરીને મોજ લેતાં હોવાની ચર્ચા પણ ઊઠવા પામેલ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy