‘લકઝુરીયસ બેદરકારી’! રાજકોટમાં કારમાંથી કચરાના થેલા ફેંકતા આસામીને દંડ

Saurashtra | Rajkot | 06 May, 2024 | 03:58 PM
રૈયા ટ્રીટમેન્ટ પ્લાન્ટ પાસે સીસીટીવીમાં કૃત્ય પકડાતા રૂા. બે હજારની વસુલાત
સાંજ સમાચાર

રાજકોટ, તા. 6
રાજકોટ મનપાના  કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા ન્યુસન્સ પોઈન્ટ ખાતે કચરો ફેંકતા લોકોને તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટીક વાપરનારા, જાહેરમાં પાન-ફાકી ખાઈ થુંકનારને સીસીટીવી કેમેરાના માધ્યમ દ્વારા ઝડપી  લઇ દંડ વસુલાતની કામગીરી ચાલુ છે. તેવામાં રૈયા રોડ પર લકઝરીયસ કારમાંથી કચરો ભરેલા થેલા ફેંકતા કાર માલિકને પકડીને રૂા. બે હજારનો દંડ કરવામાં આવ્યો છે. 

મહાનગરપાલિકા દ્વારા જાહેર સ્વચ્છતા જાળવવાના પ્રયાસોના ભાગરૂપે સીસીટીવી નેટવર્ક દ્વારા સર્વેલન્સ હાથ ધરવામાં આવતું હોય છે. ગઇકાલે રૈયા સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની નજીકના સ્થળે લકઝુરિયસ કારમાં આવેલ લોકોએ આ કારમાંથી કચરો ભરેલા થેલા આ જગ્યા પર ફેંક્યા હતા.

આ ઘટના સીસીટીવી સર્વેલન્સમાં જોવા મળતા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા આ કારના નંબરના આધારે વોર્ડના સેનેટરી ઈન્સપેક્ટર મારફત  રૂ.2,000 રૂપિયા દંડ વસુલ કરવામાં આવેલ છે.

મનપા દ્વારા ગંદકી કરતા લોકો અને બેદરકાર સફાઇ કામદારો સામે પણ પગલા લેવામાં આવે છે ત્યારે લોકોને આ રીતે શહેરને ગંદુ ગોબરૂ ન બનાવવા આ રીતે અપીલ કરવામાં આવી છે. 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj