જામનગર લોકસભા બેઠકમાં વધુ 1603 કર્મચારીઓનું બેલેટથી મતદાન

Saurashtra, Lok Sabha Election 2024 | Jamnagar | 04 May, 2024 | 02:32 PM
સાંજ સમાચાર

જામનગર લોકસભા ચૂંટણીમાં ફરજ બજાવનાર કુલ 2538 માંથી 2 મે સુધીમાં 1603 કર્મચારીઓએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું છે. આગામી 6 મે સુધી બાકી રહેલા કર્મચારીઓ મતદાન કરી શકશે. દરેક વિધાનસભામાં પ્રાંત અધિકારી કચેરીમાં મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

જામનગર લોકસભા બેઠકની ચૂંટણી ફરજમાં રોકાયેલા સરકારી કર્મચારી માટે મતદાન કરવામાં આવ્યું હતું.જેમાં જામનગર જિલ્લાની દરેક વિધાનસભા બેઠકમાં પ્રાંત અધિકારી કચેરીમાં પોસ્ટલ બેલેટથી કર્મચારીઓ માટે મતદાન વ્યવસ્થા ગોઠવાઈ હતી. લોકસભામાં સામાન્ય ચૂંટણીમાં 7 મે મતદાન થનાર છે. આ ચૂંટણી માટે મસમોટા સ્ટાફની ફાળવણી કરવામાં આવી છે. ત્યારે ચૂંટણી ફરજમાં રોકાયેલા જામનગર 12-લોકસભા મત વિસ્તાર સિવાયના અન્ય શહેરના અને જામનગરમાં ચૂંટણી ફરજમાં રોકાયેલા 2538 માંથી 2 મે સુધીમાં 1603 કર્મીઓ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj