રાજકોટ, તા.1
રાજકોટ શહેરમાં ગઇકાલે 42 ડિગ્રી તાપમાનમાં અકળાયેલા નગરજનો આજે બપોરે આગ ઝરતી લુમાં શેકાયા હતા. રાજકોટ શહેરમાં આજે બપોરે 2.30 કલાકે 39.6 ડિગ્રી તાપમાન સાથે 18 કિ.મી.ની ઝડપે પવન ફુંકાતા નગરજનો આગ ઝરતી લુથી પરેશાન થઇ ગયા હતા.
આ ઉપરાંત આજે બપોરે હવામાં ભેજ 15 ટકા રહેવા પામ્યો હતો. બપોરે અંગ દઝાડતી લુથી લોકોએ ઘરની બહાર નીકળવાનું ટાળ્યું હતું અને રાજમાર્ગો ઉપર સાવ ઓછો ટ્રાફિક નજરે પડયો હતો.
જયારે આજે સવારે 8.30 કલાકે શહેરમાં 28.4 ડિગ્રી અને લઘુતમ તાપમાન 24.2 ડિગ્રી નોંધાવા પામ્યુ હતું. તેમજ સવારે હવામાં ભેજ 63 ટકા રહ્યો હતો અને પવનની સરેરાશ ઝડપ છ કિ.મી. રહેવા પામી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy