રાજકોટમાં 14 વર્ષના બાળક અને 37 વર્ષના યુવકનું હાર્ટએટેકથી મોત

Saurashtra | Rajkot | 20 April, 2024 | 12:28 PM
♦ કાગદડી ગામે લગ્ન પ્રસંગમાં ગયેલા નવાગામના રિક્ષાચાલક મનોજ બાવળીયાનું હૃદય બેસી ગયુંc
સાંજ સમાચાર

♦ વાવડી પાસે મહમદીબાગમાં રમતા રમતાં રેનીશ નકાણી ઢળી પડ્યો: મોત

રાજકોટ, તા.20
રાજકોટમાં 14 વર્ષીય બાળક અને 37 વર્ષના યુવકનું હાર્ટ એટેકથી મોત થતાં તેઓનાં પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે. વાવડી પાસે મહમદીબાગમાં રમતા રમતાં રેનીશ નકાણી ઢળી પડ્યો હતો. સારવાર કારગત નીવડે તે પહેલા તરુણે દમ  તોડી દિધો હતો. જ્યારે નવાગામમાં રહેતાં રિક્ષાચાલક મનોજ બાવળીયાનું હૃદય બેસી ગયું હતું.

બનાવની વિગત મુજબ સાતમા ધોરણમાં અભ્યાસ કરતો 14 વર્ષીય રેનિશ રજાકભાઈ નકાણી (રહે. લક્ષ્મનારાયણ સોસાયટી, વાવડી) નામનો તરુણ ગઈકાલ સાંજના સાતેક વાગ્યાના આસપાસ પોતાના ઘર પાસે મહમદીબાગમાં રમતો હતો ત્યારે તરુણ ઢળી પડયો હતો. બાદ તરુણને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો.

મૃતકના પરિવારજનોએ જણાવ્યું કે રેનિશ સાતમા ધોરણમાં અભ્યાસ કરતો હતો. ગઈકાલે સાંજે ઘર પાસે અન્ય બાળકો સાથે રમતો હતો. ત્યારે રમતા રમતા અચાનક છાતીમાં દુ:ખાવો થતો હોવાની ફરિયાદ સાથે ત્યાં જ બેસી ગયો હતો. છાતી પર હાથ રાખી બેસી રહ્યા બાદ ઢળી પડયો હતો. બેભાન થયા બાદ તરુણને તુરંત સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર કારગત નીવડે તે પહેલા જ તરુણે દમ તોડી દિધો હતો.

તરુણનું હાર્ટ એટેકથી મોત થયાનું તેઓનાં પિતાએ જણાવ્યું હતું. તરુણના મોતથી તેઓનાં પરિવારમાં અરેરાટી પ્રસરી છે. રેનિશ ત્રણ ભાઈમાં બીજાં નંબરનો હતો.  બીજાં બનાવમાં મનોજ નાગજીભાઈ બાવળિયા (ઉ.વ.37 રહે- નવાગામ સાત હનુમાન પાસે) નામનો યુવક ગઈ કાલે તેમનાં મિત્ર બાબુભાઈના પુત્રના લગ્ન પ્રસંગ હોય જેથી લગ્નમાં કાગદડી ગામે ગયો હતો.

જ્યાં રાત્રિના બારેક વાગ્યાની આસપાસ યુવક બેભાન થઈ જતાં યુવકને તાકીદે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. તેઓ રિક્ષા ચલાવી પરીવારનું ગુજરાન ચલાવતો હતો. ચાર ભાઈ અને ત્રણ બહેનમાં નાનો હતો તેમજ તેઓને સંતાનમાં એક પુત્ર-પુત્રી હોવાનું પરીવારજનોએ જણાવ્યું હતું.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj