જામનગર તા.19
સૈનિક સ્કૂલ બાલાચડી, જામનગર 15 થી 19 એપ્રિલ 2024 દરમિયાન ‘ઓલ ઈન્ડિયા સૈનિક સ્કૂલ્સ ગ્રુપ ‘જી’ફૂટબોલ ટુર્નામેન્ટ 2024-25નું આયોજન કરી રહી છે.
ઉદ્ઘાટન સમારોહ 15 એપ્રિલ 2024 ના રોજ યોજાયો હતો જ્યાં કર્નલ શ્રેયશ મહેતા, આચાર્ય, સૈનિક સ્કૂલ બાલાચડીએ ટુર્નામેન્ટને ઓપન જાહેર કરી હતી. સહભાગી ટીમો દ્વારા માર્ચ પાસ્ટ અને શાળાના બેન્ડ ડિસ્પ્લે સાથે તે એક ભવ્ય કાર્યક્રમ હતો ત્યારબાદ શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો.
આ મેગા ઈવેન્ટમાં દેશના વિવિધ રાજ્યોમાંથી ચાર સૈનિક સ્કૂલના 192 વિદ્યાર્થીઓ - સૈનિક સ્કૂલ બીજાપુર (કર્ણાટક), સૈનિક સ્કૂલ ચંદ્રપુર (મહારાષ્ટ્ર), સૈનિક સ્કૂલસ તારા (મહારાષ્ટ્ર) અને સૈનિક સ્કૂલ બાલાચડી (ગુજરાત)ના વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે. તે ગર્લ્સ અન્ડર-17 કેટેગરી અને બોયઝ અન્ડર-14 અને અન્ડર-17 કેટેગરી માટે યોજાશે.
સૈનિક સ્કૂલ બાલાચડી (ગુજરાત) અને સૈનિક સ્કૂલ બીજાપુર (કર્ણાટક) વચ્ચે અંડર-14 બોયઝ કેટેગરીની શરૂઆતની ફૂટબોલ મેચ રમાઈ હતી જેમાં સૈનિક સ્કૂલ બાલાચડીએ સૈનિક સ્કૂલ બીજાપુરને 4-0 થી હરાવ્યું હતું.
સભાને સંબોધિત કરતી વખતે, મુખ્ય અતિથિએ કેડેટ્સને સર્વ ગ્રાહી વ્યક્તિત્વમાં ઘડવામાં રમતો અને રમતગમતની પ્રવૃત્તિઓની ભૂમિકા પર ભાર મૂક્યો હતો. તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે વિવિધ રમતો અને રમત ગમતમાં ભાગ લેવાથી પણ ખેલ દિલીની લાગણીનો વિકાસ થાય છે. તેણે એ પણ કહ્યું કે શપથનો અર્થ માત્ર ટીમો માટે નહીં પરંતુ રમતો માટે છે. તેમણે સૈનિક સ્કૂલ બાલાચડીમાં તમામ ટીમોનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું અને તમામ ટીમોને તેમની આગામી મેચો માટે શુભેચ્છા પાઠવી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy