ઉનાના દેલવાડા પાસે બે કાર વચ્ચે અકસ્માત: 8 ને ઇજા

Saurashtra | Veraval | 20 April, 2024 | 11:28 AM
ભાવનગરના તણસાના પાંચ યુવાનો ચીક્કાર નશાની હાલતમાં કાર લઇ નીકળ્યા હતા: બે મહિલા સહિતના ઇજાગ્રસ્તો હોસ્પિટલમાં સારવાર હેઠળ: બંને કારનો બુકડો: પોલીસ તપાસ
સાંજ સમાચાર

(ફારૂક કાઝી)
ઉના, તા. 20
ઊના નજીક દેલવાડા રોડ પર આવેલ પેટ્રોલ પંપ નજીક મોડીરાત્રે બારેક વાગ્યાનાં સમયે બે કાર સામસામે ધડાકાભેર અથડાતાં બન્ને કારમાં બેઠેલા 8 જેટલી વ્યક્તિઓને નાની મોટી ગંભીર ઈજા પોહચેલ હાલતમાં રોડ પર આડેધડ પડ્યા હોય અને ટ્રાફીક જામ થતાં રોડ પર પ્રસાર થતાં વાહન ચાલકો અને આજુબાજુના વિસ્તારો લોકો તાત્કાલિક દોડી આવીને ઈજાગ્રસ્ત હાલતમાં પડેલાં લોકોને સાઈડ માં ધસેડી તાત્કાલિક ઊના પોલીસ તેમજ એમરજનસી એમ્બ્યુલન્સ 108 ને જાણ કરતાં પી એસ આઈ જેબલીયા પોલીસ નાં કાફલા સાથે ધટના સ્થળે દોડી આવી તાત્કાલિક ઈજાગ્રસ્ત હાલતમાં પડેલાં દીવ ની બે મહિલા અને બાળકો ને તેમજ અન્ય ચાર શખ્સોને પોલીસ વાહનમાં બેસાડીને ઊના ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

 ઊના પોલીસ અધિકારી અને ડી સ્ટાફનો કાફલો મોટીસંખ્યામા આવી પહોંચતા તાત્કાલિક દેલવાડા ઊના દીવ નો મૂખ્ય માર્ગ તાત્કાલિક ટ્રાફીક જામ થતાં વાહનો નાં કારણે થોડી વાર વાહન વ્યવહાર બંધ થતાં અકસ્માત નાં કારણે બન્ને કારો માં ભારે નુકશાન થતાં લોકો ની મદદથી વાહનો સાઇડ કરાવી રસ્તા પર પડેલાં ગ્લાસ નાં ટુકડા દુર કરી વાહન વ્યવહાર શરૂ કરાવેલ હતો.

આ અકસ્માત માં ભાવનગર નાં તણસા ગામ નાં પાંચ શખ્શો પોતાની કાર માં બેસી ફુલ દારૂ નાં ચીકાર નશાની હાલતમાં બેસી બે દરકારી પુર્વક પોતાની કાર ચલાવી નિકળેલ હતાં અને ઊનાથી દીવનાં રહીશ બે મહિલા બે નાનાં બાળકોને લઈ દીવ તરફ જતી કાર સાથે ધડાકાભેર અથડાતા 20 ફુટ જેટલી કાર ને ધસડી પાછળ ધકેલી દીધી હતી પરંતુ કુદરતી રીતે એર બ્રેક લાગી જતાં મહિલા અને બન્ને બાળકો નો બચાવ થયો હતો.

દીવ થી નશો કરી આવતાં પાંચ શખ્શો અતિય નશા ની હાલતમાં બે ભાન સ્થિતિ માં ઈજાગ્રસ્ત હાલતમાં પડેલાં હોય પોલીસે આ શખ્શો ની કાર માં રહેલો માલસામાન સલામત રીતે પોતાનાં કબ્જા માં લઇ ને કાર સાઈડમાં લોક કરાવી હતી તેમજ દીવ નાં પરીવારની કાર પણ તેનાં માલીક પાસે લોક કરાવીને બન્ને કાર નાં ઈજાગ્રસ્ત લોકોને સારવારમાં ખસેડી માનવંતા ભયું કાર્ય કરેલ હતું.

આ બાબતે ઈજાગ્રસ્ત મહિલા ની ફરીયાદ નોધવા કાયદેસરની કાર્યવાહી હાથધરી ધરી છે પોલીસે દારૂની નશા માં કાર ચાલક એ વાહન ચલાવી અકસ્માત સર્જાયો હોવા અંગે ફરીયાદ નોધવા તજવીજ હાથ ધરી છે.

આ અકસ્માત ની જાણ દીવ થતાં ઇજાગ્રસ્ત મહિલા નાં પરીવારજનો ધટના સ્થળે દોડી આવ્યા હતાં લોકોના ટોળાએ ટોળા અકસ્માત ની ધટના સ્થળે દોડી આવી પોલીસ અને ઈજાગ્રસ્ત પરીવારનો ની મદદ એ આવ્યા હતા.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj