ભાવનગર, તા.27
ભાવનગરની સરકારી મેડિકલ કોલેજના કર્મચારીએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લઇ આત્મહત્યાનો પ્રયાસ કરતા કર્મચારીને ગંભીર હાલતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવેલ છે.
આ બનાવ અંગે પ્રાપ્ત વિગત મુજબ ભાવનગરની સરકારી મેડિકલ કોલેજમાં લેબ ટેક્નિશિયન તરીકે કાર્ય કરતા મુકેશભાઈ દેવદાણીયાએ આજે કોઈ આગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કરતા તેમને ગંભીર હાલતે સારવાર અર્થે સર ટી. હોસ્પિટલ ખસેડવામાં આવેલ છે. આ ઘટનાના પગલે મેડિકલ કોલેજ વર્તુળમાં ચકચાર મચી જવા પામી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy