રાજકોટ,તા.15
ભાડલામાં ચા કરતી વેળાએ દાઝી ગયેલ 75 વર્ષીય વૃદ્ધાનું રાજકોટ સારવારમાં મોત નિપજતાં પરીવારમાં શોક છવાયો હતો.પ્રાપ્ત વિગત મુજબ, ભાડલામાં રહેતાં દેવુબેન ભાયાભાઈ વાઘેલા (ઉ.વ.75) ગઈ તા.9ના સાંજના સમયે પોતાના ઘરે ઈલેસ્ટ્રીક સગડીમાં ચા બનાવતા હતાં.ત્યારે સગડીમાં સાડીનો છેડો અડી જતાં પોતે આગની ઝપેટમાં આવી ગયા હતાં. ગંભીર રીતે તેઓ દાઝી જતા સારવારમાં અત્રેની સીવીલ હોસ્પિટલમાં ખસેડાયા હતો.બંન્ને પરંતુ સારવાર કારગત ન નિવડતા તેમનું મોત નિપજયું હતું.બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે ભાડલા પોલીસને જાણ કરી હતી.વધુમાં મૃતકને સંતાનમાં ત્રણ પુત્રી અને એક પુત્ર છે.બનાવથી પરીવારમાં કાળોકલ્પાંત છવાયો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy