ગોંડલમાં યોજાયેલ રામકથામાં હૈયે હૈયું દળાય તેટલી ભીડ: આયોજકોની સુંદર વ્યવસ્થા

બધી વસ્તુઓના ભાવમાં વધારો પણ માણસના ભાવમાં ઘટાડો થતો જાય છે: પૂ.મોરારીબાપુ

Local | Gondal | 23 May, 2024 | 11:13 AM
♦સાધુ વિદ્વાન ન હોય, સાધુ ધનવાન ન હોય, સાધુ બળવાન ન હોય, સાધુ માત્ર શીલવાન હોય છે સાધુનું શીલ અને સત્ય સૌથી મોટું વિધાન
સાંજ સમાચાર

♦હજુ નાના પાંચ વર્ષના બાળકો ભાગવત રામાયણમાં મારી સહી કરાવવા આવે છે એનો આનંદ છે

♦શારીરિક મેલ પરધારા અને પરધન આ બે મેલ છે માનસિક મેલ, અનિષ્ટ ચિંતન એ ન કરવાના કામ કરાવે કળિયુગના મેલ છે

ગોંડલ,તા.23
ગોંડલના આંગણે  દાસીજીવણ પાર્ટી પ્લોટ ખાતે ચાલી રહેલી પુ.મોરારી બાપુની રામકથામાં  હૈયે હૈયું દળાઈ રહ્યું છે.અહીં આખા  ગૌમંડળ સમાન પંડાલ ટૂંકો પડે તેવો નજારો જોવા મળ્યો હતો.30000 થી અધિક ની સંખ્યામાં સખ્ત તાપ વચ્ચે વાતાનુકુલીન ડોમમાં ઉનાળાની ગરમ લુ ના બદલે ઠંડક પ્રસરી રહી છે જો કે કથા મંડપ જેટલી ઠંડક બાપુની કથા પણ હૈયાને ઠંડક બક્ષી રહી છે.લોહલંગરીબાપુના સાનિધ્યમાં એવમ સીતારામબાપુની અધ્યક્ષતામાં કથા ના મનોરથી યજમાન પરિવાર યુગાન્ડા ચેતનભાઈ સાંગાણી નિમિત્ત માત્ર યજમાન ની આગેવાનીમાં એવમ નીતિન વડગામા સુચારૂ સ્ટેજ સંચાલન સાથે પાંચમા દિવસે બાપુએ શિવ-પાર્વતી દક્ષ કથાને આગળ ધપાવી હતી.

બાપુએ કહ્યુ કે લોહલંગરી બાપુ એ જેમ 21 ગાડા ગોળના ખેંચ્યા એમ લોહચુંબક જેમ લોહાને ખેંચે એમ કથાને અને આપણને સૌને ખેંચ્યા છે.લોખંડ જેમ લોહચુંબક નજીક જાય. એમ કથા પણ બાપુના દ્વારે આવી છે.આ તો અમારી સાધુ ની જગ્યા નો વિશેષ રાજીપો હોય.

આ સાથે  તેમણે યુગ દર્શન ચાર યુગના મહત્વના મર્મ સમજાવ્યા હતા.જેમાં પ્રથમ સતયુગ ને પવિત્ર યુગ ગણાવ્યો.  જ્યારે ત્રેતાયુગ ને ચરિત્ર. જ્યારે દ્વાપર વિચિત્ર અને હાલ ચાલી રહેલ કળિયુગ મહાવિચિત્ર જણાવી સુંદર દ્રષ્ટાંતો સાથે માર્મિક વાતો કરી,બાપુ વધુમાં જણાવ્યું હતું કે રામ કૃષ્ણ અને શિવ આવી જાય પછી કોઈ ભવવાન ની જરૂર નથી. ભગવાન કૃષ્ણને અપમન્યુ એ ૐ નમ:શિવાય મંત્ર આપ્યો હતો.બાપુએ કહ્યું હતું કે આપણો બીજો જન્મ કર્મથી મળે છે.કે આપણા ચિંતન થી મળે છે.જો કે કોઈ સારા ચિંતન થી મનુષ્ય બની ગયા પરંતુ આપણા માં પશુતા છે.

કૃષ્ણ એ પાર્વતીજી પાસે પાંચ વર માંગ્યા જેમાં પ્રથમ દ્વેષ ન જાગે તેવું વરદાન આપો, એક શીખી લેવા જેવું કોઈનો દ્વેષ ન કરવો બીજું હું જ્યાં જાવ ત્યાં દુર્ભાવ નું કારણ ન બનું મુનિ ઉદ્વેગ ન પામે ત્રીજું સાધુ અભ્યાગત સંતો,બ્રાહ્મણો ને જમાડું હાલ પણ સંતો મહંતો મંદિર મંદિર ટૂકડા સાથે ભોજન સેવા થઈ રહી છે.સૌરાષ્ટ્ ની કથામાં બીજા પ્રાંત માંથી આવતા લોકો જોવે છે કથામાં લાખો લોકો ભોજન લે છે.કૃષ્ણ વરદાન જો કે કથામાં કેટલા લોકો જમ્યા એ પુછાય છે.પરંતુ કથામાં કેટલા છે.એ  પુછાતુ નથી. પાંચ વરદાન જીવન માં પૂર્ણ સંતોષની પ્રાપ્તિ કરાવી દે તેવા છે.

આ તકે બાપુ મનના ચાર મેલ વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી.શારીરિક મેલ પરધારા અને પરધન આ બે મેલ છે.માનસિક મેલ અનિષ્ટ ચિંતન એ ન કરવા ના કામ કરાવે એ કળિયુગ ના મેલ છે.બાપુ અલેખ સાથે દક્ષિણા મા વ્યસનો માંગ્યા આટલું તો આપી શકો ને તમે નવ દિવસ કથા ગાવ છું તો તમારી ફરજ બને દક્ષિણા આપવી ગમે તે ખાવું પીવું એ સનાતન ધર્મનો અપરાધ છે.જો કે આજે ઈન્ટરનેટ ચાય દિવસ છે સાથે કાલે બુદ્ધ પૂર્ણિમા વ્યસન નો અર્થ દુ:ખ આપતી વ્યસનો છોડવા માટે બાપુ મોટી હાંકલ કરી હતી. હિંસા કરવી શારીરિક પાપ છે.

કોઈનું ચોરી લેવું દુરાચાર શારીરિક પાપ જણાવ્યા હતા.રામકથા નાના નાના ગામડામાં પહોંચી છે.લોક લોક સુધી જન જન સુધી પહોંચે એવા નાના વાક્યો મને અને તમને સમજ પડે તેવા જણાવું છું સાધુ વિદ્વાન ન હોઈ સાધુ ધનવાન ન હોઈ સાધુ બલવાન ન હોઈ સાધુ માત્ર શીલવાન હોઈ છે.સાધુ નું શીલ અને સત્ય સૌથી મોટું વિદ્વાન છે.કથામાં આનંદ સાથે બાપુ એ કહ્યું પાંચ પાંચ પેઢી થી કથા સાંભળી રહી .હજુ નાના પાંચ વર્ષના બાળકો ભાગવત રામાયણમાં મારી સહી કરાવવા આવે છે.એમનો આનંદ છે.

 બાપુ એ કહ્યું ગુણ દર્શન કરવું ,ગુણોનું વર્ણન કરવું ગુણોનું વર્ધન કરવું ,છેલ્લે ગુણો નું નિવેદન કરવું બાપુ એ કહ્યું આનંદ ખૂબ આવે છે.24 કલાક આનંદમાં રહ્યું છું સૂવું ચાલવું જાગવું આખી દિનચર્યા આનંદિત છે.જો કે "ભ્રામક વાતો સામે ઘણું વેઠવું પડે" છે.કહેવાતા ડાહ્યા માણસો જાગો જાગો કહી વાસડા ને પાણી ન પવાય વડલાને પાણી પાજો સમાજ ભ્રમણા માં ન રહે એ માટે જાગવું પડશે.24 કલાક લહેરમાં રહેવું ભલે છાશને ટાઢો રોટલો મળે.

શ્વાસે શ્વાસ દિનચર્યા માં મોજમાં રહેવું હાલ તમે જુઓ બધી વસ્તુઓમાં ભાવ વધતા જાય માણસમાં ભાવ ઘટતાં જાય તેમજ બાક્સમાં ના ભાવ ન વધ્યા એમ સળગાવે એના ભાવ ન વધે ઠારવાનું કામ કરે છે અંધકાર દૂર કરે છે એના ભાવ વધ્યા,આનંદ લેવો જ હોઈ તો ચારે દિશામાં રાહડાં જ છે ,રામકથા શુ કરે છે.મનના મેલ કળિયુગના મેલ ધોઈ નાખે છે.રામકથામાં રામકથા પહેલા શિવકથા છે.

બાપુ  એ દાસીજીવણ પાર્ટી પ્લોટનું આખું ગ્રાઉન્ડ ફ્રીમાં મળ્યું છે એમનો રાજીપો વ્યક્ત કર્યો હતો.કથા સાંભળે છે એમને વિમાન નથી મળતું પરંતુ વિશેષ સન્માન મળે છે.યજ્ઞ મા સ્વાહા સ્વાહા હોઈ વાહ વાહ ન હોઈ દક્ષરાજાએ કરેલ યજ્ઞ બલિદાન માટે નહીં બદલો લેવા કરેલ સતી અને શિવ કથા અંતર્ગત બાપુ જણાવેલ ચાર જગ્યાએ વગર આમંત્રણ જઈ શકાય માતાપિતા ને ત્યાં સંતાને ,મિત્ર ને ત્યાં ગુરુ અને ચોથું ભગવત કાર્યમાં આમ શિવકથા માં રાજા દક્ષ સતી શિવ ની  શિવકથા નું ગાન થયું હતું.

રામ કથામાં દિન પ્રતિદિન માનવ મહેરામણ ઉમટી રહ્યું છે.વિધ વિધ પંથ ના સાધુ સંતો એવમ અમેરિકા આફ્રિકા સહિત પ્રાંત પ્રાંત થી લોકો નો મેલાવળો જામ્યો છે.અહીં કથાનું પંડાલ ટૂંકું પડી રહ્યું છે.કથા માં હજારો સંખ્યામાં લોકો રામમય બનવા પામ્યા છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj