જનસંઘના સ્થાપકને ધારાસભ્ય કાનગડના વંદન

કલમ 370 રદ થતા ડો.શ્યામાપ્રસાદ મુખર્જીનું 70 વર્ષ જુનુ સપનુ પૂર્ણ થયું

Local | Rajkot | 22 June, 2024 | 03:22 PM
સાંજ સમાચાર

રાજકોટ,તા.22
જનસંઘના સ્થાપક પ્રમુખ અને ભારતીય જનતા પાર્ટીના માર્ગદર્શક રાષ્ટ્રને સમર્પિત એવા પ્રખર રાષ્ટ્રભક્ત ડો.શ્યામાપ્રસાદ મુખરજીનો આવતીકાલે  તા.23- જૂનના રોજ બલિદાન દિવસ છે ત્યારો  વિધાનસભા-68(રાજકોટ પૂર્વ)ના ધારાસભ્ય ઉદય કાનગડએ ડો. શ્યામાપ્રસાદ મુખરજીને શત શત નમન કરતા જણાવ્યું હતું કે ભારતીય જનસંઘના સ્થાપક ડો. શ્યામાપ્રસાદ મુખરજી એક રાજનિતિજ્ઞ, વિચારક અને દેશભક્ત હતા.કાલે ડો.શ્યામાપ્રસાદ મુખરજી નો બલિદાનનો દિવસ છે.

દેશની એક્તા અને અખંડિતતા બધાથી પર છે અને સમાજના વિવિધ તબકકાઓ વચ્ચે અલગ-અલગ માપદંડ અપનાવવામાં ડો. શ્યામાપ્રસાદ મુખરજી  માનતા ન હતા. ડો. શ્યામાપ્રસાદ મુખરજી તેના વચન પર હંમેશા અડગ રહયા કે, જમ્મુ-કાશ્મીર ભારતન એક અવિભાજય અંગ છે, તેમણે સિંહગર્જના કરતાં કહયું હતું કે  એક દેશમાં બે વિધાન, બે નિશાન અને બે પ્રધાન નહી ચાલે- નહી ચાલે. ડો. શ્યામાપ્રસાદ મુખરજી એક અચ્છા શિક્ષણશાસ્ત્રી, ઉતમ વહીવટર્ક્તા, ઉતમ વકીલ, શ્રેષ્ઠ પાર્લામેન્ટેરીયન, આમૂલ દેશભક્તિનું પ્રતિક હતા.

ભારતીય જનસંઘના આ સ્થાપક અધ્યક્ષ્ો દેશ અને સમાજ હિતને જ કેન્દ્રમાં રાખતી એક નવી જ રાજકીય સંસ્કૃતી જન્માવી હતી. સતાનો મોહ એમને ક્યારેય ડગાવી ન શક્યો.19પ1ની પહેલી ચૂંટણી પછી બનેલી લોકપ્રિય સરકારમાં વિરોધ પક્ષના માન્ય નેતા બન્યા. સૌને સાથે રાખીને દેશની ઉન્નતિ માટે ગઠબંધનનું રાજકારણ શરૂ કરવાનો યશ પણ ડો. શ્યામાપ્રસાદ મુખરજીને જ મળ્યો. 

ડો.શ્યામાપ્રસાદ મુખરજીનું સ્વપ્ન હતું કે કલમ 370 રદ થાય, અને એ માટે જ એમણે બલિદાન આપ્યું હતું. અંતે ડો. મુખરજીનું સપનુ 70 વર્ષે સાકાર થયું. દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહની દ્રઢ રાજક્યિ ઈચ્છાશક્તિના પિરણામે કલમ-370 રદ થઈ છે.

જમ્મુ- કાશ્મીર અને લદૃાખમાં એક નવા યુગની શરૂઆત થઈ છે. હવે દેશના તમામ નાગિરકોના હક એક સરખા છે અને જવાબદારા પણ એક સરખી જ છે. હવે એક દેશમાં બે સંવિધાન અને બે ધ્વજની બાબત ભૂતકાળ બની ગઈ છે. કાશ્મીર માટે આપેલા બલિદાન દિવસને યાદ કરી આજની યુવા પેઢીને તેમના જીવનમાંથી પ્રેરણા મળે તેવી અભિવ્યક્તિ કરી તેમને શબ્દાજંલી અર્પણ કરી હતી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj