યોગ કરો, નિરોગી રહો: વિશ્વ યોગદિનમાં લાખો લોકો જોડાયા: સૌરાષ્ટ્ર-કચ્છ યોગમય બન્યું

Saurashtra | Rajkot | 22 June, 2024 | 12:47 PM
રાજકોટ, ઉપલેટા, બગસરા, માંગરોળ, વિસાવદર, રાજુલા, ઉના, વેરાવળ, કોટડાસાંગાણી, વડીયા, વડીયાવાળા, ડારી, પ્રભાસપાટણ, આકોલવાડી, સાવરકુંડલા, માધવપુર (ઘેડ), સુત્રાપાડા, નવાગામ, ખંભાળિયા, મોટી પાનેલી, મીઠાપુર, જસદણ, ગીર ગઢડા, તરવડા, અમરેલી સહિત નાના મોટા ગામોમાં વિશ્વયોગ દિનની ઉજવણી
સાંજ સમાચાર

રાજકોટ, તા.22
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં ગઇકાલે દશાબ્દી વિશ્ર્વ યોગ દિનની ઉજવણી અનેરા ઉત્સાહ સાથે થઇ હતી. ગામોગામ યોગ દિનની ઉજવણીમાં જોડાયા હતા. 

રાજકોટ 
રાજકોટમાં વિવિધ શાળાઓ, સંસ્થાઓ, કોલેજો તથા કોર્પોરેશન સહિત સરકારી કચેરીઓ દ્વારા યોગ દિનની ઉજવણી કરવામાં આવી હતી ઉપલેટામાં રાજકોટ જિલ્લા સ્તરની યોગ દિન ઉજવવામાં આવેલ હતો.

બગસરા
બગસરા શહેર 10 માં વિશ્ર્વ યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી રહી આ ઉજવણી મેઘાણી હાઈ સ્કુલ ખાતે કરવામાં આવેલ હતી આ યોગ દિવસ ની રમતગમત , યુવા અને સાંસ્કૃતિક પ્રવુતિઓ વિભાગ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે આ આયોજન ને સફળ બનાવવા તાલુકા વહિવટી તંત્ર બગસરા દ્વારા ખૂબ મોટો સહયોગ આપવામાં આવેલ હતો..

માંગરોળ
માંગરોળ,, 21 જૂન 10 માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અંતર્ગત માંગરોળ તાલુકા ના કાર્યક્રમ શારદા ગ્રામ મુકામે યોજવામાં આવેલ જેમાં વહિવટી તંત્ર દ્વારા યોગ દિવસ ની ખુબ સુંદર રીતે ઉજવણી કરવામાં આવી જેમાં માંગરોળ મામલતદાર શ્રી અને સ્ટાફ તેમજ તાલુકા વિકાસ અધિકારી શ્રી અને સ્ટાફ, તાલુકા હેલ્થ ઓફિસર, શારદાગ્રામ સંસ્થાની જહેમત થી ખૂબ સારી રીતે ઉજવવામાં આવેલ, જેમા માંગરોળ તાલુકાના સંગઠન મહામંત્રી અને વિશ્વ યોગ દિવસ ઉજવણીના સંયોજક દાના ભાઈ ખાંભલા, જિલ્લા મોર્ચા માનસિંગ ભાઈ ડોડીયા, શારદાગ્રામ નિયામક શ્રી ભાવિન ભાઈ ભટ્ટ, મંગલાયતન લોકશાળા, શ્રી શ્રી શ્રોફ વિનય મંદિર, બીઆરએસ કોલેજ, આઈ.ટી.આઈ શાળાઓના પ્રિન્સિપાલ અને શિક્ષકો , મરીન પીઆઇ, પોલીસ, હોમગાર્ડ તેમજ વિદ્યાર્થી હાજર રહી યોગ પ્રેક્ટિસ કરવામાં આવી.

વિસાવદર
વિસાવદર વહીવટી તંત્ર દ્વારા 10 આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી. 
જયારે આજે 10 આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ની વિસાવદર ખાતે ઉજવની કરવમાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં નગરજનો,વિદ્યાર્થીઓ, તેમજ સરકારી અને અર્ધસરકારી કર્મચારીઓ એ ભાગ લીધો હતો.

રાજુલા
રાજુલા આરોગ્ય વિભાગ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ હતી. આ વર્ષે ‘સ્વયં અને સમાજ માટે યોગ’ ની થીમ હેઠળ રાજુલા તાલુકા હેલ્થ કચેરી તળેના આરોગ્ય સ્ટાફ દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી લોકોમા યોગ પ્રત્યે જાગૃતિ લાવવા માટેના પ્રયત્નો કરવામા આવ્યા. તાલુકા આરોગ્ય અધિકારી ડો.નિલેશ વી.કલસરીયાના માર્ગદર્શન હેઠળ સી.એચ.ઓ.,નર્સ બહેનો અને મ.પ.હે.વ. ભાઈઓ સહિતના આરોગ્ય સ્ટાફ દ્વારા આરોગ્ય કેન્દ્ર અને શાળા કક્ષાએ તેમજ તાલુકા કક્ષાના કાર્યક્રમમા હાજર રહી યોગ દિવસની ઉજવણી કરી બાળકો અને લોકોને યોગ દ્વારા આરોગ્ય પ્રત્યે તંદુરસ્ત રહેવા માટેના પ્રયત્નો કરવામા આવેલ.

ઉના
આજે વિશ્વ યોગ દિવસ ની ઉજવણી સમગ્ર જિલ્લા માં વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી પરંતુ આ ઉજવણી માં ઉડી ને આંખે વળગે એવી કોઈ બાબત હોય તો એ છે કે તાજેતર માં જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું કે જિલ્લા નાં તમામ જળાશયો પર લોકો ની અવર જવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો અને આ જાહેરનામા ની  અમલવારી 19/6 થી 30 દિવસ સુધી કરવાની પણ આ જળાશયો પર બાળકો દ્વારા યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી.

વેરાવળ
10 આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ઉપલક્ષમાં સમગ્ર રાજ્યની સાથે ગીર સોમનાથ જિલ્લામાં પણ તેની ઉજવણી યોગની વિવિધ મુદ્રાઓ, આસનોના અભ્યાસ દ્વારા કરવામાં આવી હતી. દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકીના એક અને પ્રથમ એવાં સોમનાથ મહાદેવના સાનિધ્યમાં મંદિરની પાસે આવેલા ચોપાટી મેદાન ખાતે અરબી સમુદ્રની લહેરો વચ્ચે ખુશનૂમા વાતાવરણ વચ્ચે જિલ્લા પંચાયતના પ્રમુખ મંજુલાબેન મૂછારની અધ્યક્ષતામાં યોજાયેલ કાર્યક્રમમાં યોગાભ્યાસનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.

કોટડાસાંગાણી
કોટડાસાંગાણી માં તાલુકા કક્ષા 500થી વધુ લોકો યોગાભ્યાસ કરેલ જે તાલુકા કક્ષા નો માહાણ પ્રતાપ હાઇસ્કુલ માં તાલુકા ના અધિકારી શ્રી ઓ હાજર રહેલ અને પોલીસ સ્ટાફ અને હોમગાર્ડ જવાનો હાજર રહેલ અને હાઈ સ્કૂલ ના વિદ્યાર્થીઓ અને ભાજપ કાર્યકરો આગેવાનો મોટી સંખ્યામાં તાલુકા કક્ષાના યોગા દિવસની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવેલ આ ઉજવણીમાં તાલુકા મામલતદાર શ્રી જાડેજા તાલુકા વિકાસ અધિકારી શ્રી આઈ સી ડી ના કર્મચારીઓ હાજર રહેલ તેમજ કોલેજના પ્રિન્સિપાલ તેમજ તેમનો સ્ટાફ અને તેમના વિદ્યાર્થીઓ પણ હાજર રહેલયોગા દિવસની 500 થી વધારે લોકોએ યોગા અભ્યાસ કરેલ.

વડિયા
વડિયા કુંકાવાવ તાલુકા કક્ષાનો યોગ દિવસની ઉજવણી નો કાર્યક્રમ વડિયા ગ્રામપંચાયત સંચાલિત શ્રી સુરગવાળા હાઈસ્કૂલ ખાતે યોજાયો હતો જેમા વહેલી સવારે છ વાગ્યાં થી સમગ્ર તાલુકા ભરના અધિકારીઓ, પદાધિકારીઓ,કર્મચારી અને સ્થાનિક લોકો હાજર રહી યોગ કરી ને ઉજવણી કરાઈ હતી આ ઉજવણી માં તાલુકા વિકાસ અધિકારી જોશી ઇન્ચાર્જ મામલતદાર રાહુલભાઈ,હિતેષભાઇ કુલદીપભાઈ પીએસઆઇ ગળચર સહીત સમગ્ર તાલુકાના વિવિધ વિભાગના કર્મચારીઓ સહીત પાંચસો થી વધુ લોકો જોડાયા હતા. શ્રી સુરગવાળા હાઈસ્કૂલનુ સમગ્ર પટાગણ ભરચક ભરાતા વહેલી સવારે યોગ કરતા લોકોનું સુંદર દ્રસ્ય નિર્માણ થતુ જોવા મળ્યું હતુ.

વડીયાવાળા
જિલ્લા અનુ. જાતિ મોરચા દ્વારા વિશ્વ યોગ દિવસ ની શાનદાર ઉજવણી વડવીયાળા ખાતે કરવામાં આવી. પ્રદેશ ભાજપ ની સૂચના થી ગીર સોમનાથ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા નાં અધ્યક્ષ સ્થાને  21 મી જૂન વિશ્વ યોગ દિવસ ની ઉજવણી  ગીર ગઢડા તાલુકા ના વડવિયાળા ખાતે કરવામાં આવી.
યોગ એ હેલ્થ માટે ઉત્તમ ઉપાય છે, જેથી પૂરા વિશ્વ એ 21 જૂન ને વિશ્વ યોગ દિવસ તરીકે જાહેર કરેલ છે. જેથી વધારે માં વધારે લોકો યોગ તરફ જોડાય તેમજ યોગ નું મહત્વ સમજે તેવા ઉમદા હેતુ સાથે ગીર સોમનાથ જિલ્લા ભાજપ અનુ. જાતિ મોરચા દ્વારા યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી. 

ડારી
વિશ્વયોગ દિવસ નિમિતે ગીર સોમનાથ જિલ્લા લઘુમતી મોરચા દ્વારા વેરાવળ તાલુકાનાં ડારી મુકામે વિશ્વ યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવેલ હતી. 
યોગ દિવસ મા ગીર સોમનાથ જિલ્લા ભાજપ લધુમતી મોર્ચા પ્રમુખ મહંમદભાઇ તવાણી મહામંત્રી ફારૂકભાઈ આકાણી, સાજીદભાઈ કાઝી હાજી .એલ.કે. એલ, રશીદભાઇ મલેક ઇકબાલ ભાઈ સુમરા, અબ્બાસી અલ્લાહરખા, જમાલભાઇ પટેલ સતારભાઇ સરપંચ ત્થા આંગણવાડી તેમજ અધિકારીઓ સ્ટાફ હાજર રહ્યા હોવાનું એક યાદી માં જણાવેલ છે.

પ્રભસપાટણ
શ્રી સરસ્વતી વિદ્યા મંદિર હાઇસ્કુલ ગોરખમઢી વિદ્યાલય માં વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળા પ્રાંગણ માં શાળાના તમામ વિદ્યાર્થીઓ,શિક્ષક સ્ટાફ સાથે વિવિધ આસનો, સૂર્ય નમસ્કાર, યોગાભ્યાસ સાથે વિસ્તૃત સમજ, યોગના ફાયદા  આપી અને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.

આકોલવાડી
તા. 21/6/2024 ના રોજ  ગીર સોમનાથ જિલ્લાના તપોવન વિદ્યાસંકુલ - આંકોલવાડી (ગીર)માં વિશ્વ યોગ દિવસની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવેલ, આ યોગ દિવસ નિમિતે આંકોલવાડી (ગીર) ગામે તાલુકા ભાજપ પ્રમુખ વિમલભાઈ વાડોદરીયા,તાલુકા મંત્રી તનસુખગીરી બાપુ,આંકોલવાડી ગામના અગ્રણી દાસભાઈ વધાસીયા, આર્ટ ઓફ લિવીંગના યોગ શિક્ષક જે.ડી.તારપરા , તપોવન વિદ્યા સંકુલના ટ્રસ્ટી શ્રી રાજુભાઈ પાનેલિયા, તથા ધો. 6 થી 12 ના વિદ્યાર્થીઓ, સ્ટાફગણ તેમજ આંકોલવાડી ગામના ગ્રામજનો, આસપાસના ગામના ગ્રામજનો તથા વાલીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સાવરકુંડલા

તારીખ 21 જૂન એટલે કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ સાવરકુંડલા તાલુકા કક્ષાનો કાર્યક્રમની ઓપન એર થિયેટર જનતા બાગ પાસે સાવરકુંડલા ખાતે આ ઉજવણી થઈ હતી સવારે 9:00 કલાકે વિશ્વ યોગ દિવસ ની ઉજવણી અને તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં નગરપાલિકા સ્ટાફ,મામલદાર શ્રી,પોલીસ સ્ટાફ અને શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. 

માધવપુર (ઘેડ)
  માધવપુર માં પોલીસ સ્ટેશન ખાતે યોગ દિવસની ઉજવણી કરવા માં આવી જે માં માધવપુર પોલીસ સ્ટાફ અને હોમ ગાર્ડ જવાનોએ ભાગ લય યોગ દિવસ ઉજવ્યો જેમાં યોગ નિષ્ણાત સપનાબેન પ્રવીણભાઈ ડાભી દ્વારા યોગ કરાવા માં આવ્યા હતા.

સોમનાથ સંસ્કૃત યુનિ.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને  સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળના સંયુક્ત ઉપક્રમે વેરાવળ તાલુકા-નગરપાલિકા કક્ષાનો દશમા ઈન્ટરનેશનલ યોગ દિવસનો કાર્યક્રમ યુનિવર્સિટી પરિસરમાં ઉજવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં અધ્યક્ષ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિ પ્રો. સુકાંત કુમાર સેનાપતિ ઉપસ્થિત રહ્યા હતા. કુલસચિવ ડો. દશરથ જાદવ, અધ્યક્ષ પ્રો. વિનોદ કુમાર ઝા, પ્રધાનાચાર્ય ડો. નરેંદ્રકુમાર પંડ્યા, અધિકારીઓ, અધ્યાપકો, કર્મચારીઓ, 7 ગુજરાત નેવલ એન.સી.સી. યુનિટના ઓફિસરશ્રીઓ અને એન.સી.સી. કેડેટ્સ મળી 300થી વધુ લોકોએ આ કાર્યક્રમમાં ઉત્સાહથી ભાગ લીધો હતો. 

અલ્પાબેન વાળા
"સ્વયં અને સમાજ માટે યોગ” થીમ આધારિત 10માં ’વિશ્વ યોગ દિવસ’ની ઉજવણીમાં ઉપસ્થિત રહેલાં અને યોગમાં આંતરરાષ્ટ્રીય ગોલ્ડ મેડલ મેળવનાર અલ્પાબેન વાળાએ જણાવેલ કે, આજના તળાવ ભર્યા જીવનમાં યોગને પોતાના જીવનનો હિસ્સો બનાવવો જરૂરી છે. યોગ કરો અને તંદુરસ્ત રહ્યોનો જીવન મંત્ર આજે અપનાવો ખૂબ આવશ્યક બન્યો છે. 15 વર્ષથી યોગ સાથે સંકળાયેલા અને છ રાષ્ટ્રીય અને ત્રણ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભાગ લઈ આંતરરાષ્ટ્રીય મેડલ પણ તેઓ મેળવી ચૂક્યા છે તેવા અલ્પાબેન વાળાએ વધુમાં જણાવ્યું હતું.

સુત્રપાડા
સુત્રાપાડામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઇ બારડની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો. 

નવાગામ
25 જૂન એટલે આંતરારાષ્ટ્રીય યોગ દિવસ. 10 માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની સ્વયં અને સમાજ માટે યોગની થીમ પર કાલાવડ તાલુકાના નવાગામ શ્રી બાલકૃષ્ણ વિદ્યાલય તેમજ પ્રાથમિક શાળામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ઉત્સાહભેર જોડાયા હતા અને યોગ પ્રાણાયામ કર્યા હતા. 

ખંભાળિયા
ગુજરાત રાજ્યના આયુષની કચેરી વિભાગના નિયામકના માર્ગદર્શન હેઠળ દેવભૂમિ દ્વારકા જિલ્લા આયુર્વેદ શાખા દ્વારા 10 માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. 
આ ઉજવણીના ભાગરૂપે જિલ્લામાં કુલ 12 સ્થળોએ પર યોગ શિબિરનું તેમજ 3 સ્થળોએ મહાયોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 2,240 લોકોએ લાભ લીધો હતો. આ ઉજવણીની સાથે સાથે 12 જગ્યાએ મેડીકલ નિદાન-સારવાર કેમ્પ, દૈનિક જીવનમાં ઉપયોગી થતી ઔષધિય ગુણ ઘરાવતા વૃક્ષોનું વૃક્ષારોપણ અને યોગની માહિતી પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

મોટપાનેલી
મોટી પાનેલી ખાતે આવેલ સરસ્વતી શાળા ધામમાં આંતરરાષ્ટ્રીય યોગ ડે ની શાનદાર ઉજવાયેલ હતો જેમાં સ્કૂલના બાળકોએ યોગના વિવિધ મુદ્રા સાથે યોગની કસરત કરીને યોગ ડેની ઉજવણી કરવામાં આવેલી આ યોગ ડે માં મોટી પાનેલી ગામના વડીલો તેમજ આગેવાનો પણ જોડાયેલ હતા.

મીઠાપુર
મીઠાપુર દરિયાલાલ ગૃપનાં તમામ સિનિયર સિટીઝન દ્વારા યોગ દિવસની ઉજવણી કરાઈ. મીઠાપુરનાં સિનિયર સિટીઝન કે જે મોટા ભાગનાં લોકો દરરોજ દરિયા કિનારે વોકિંગ માટે આવે છે તે લોકોએ દરિયાલાલ ગૃપ બનાવેલ છે. 21 જુન યોગ દિવસની ઉજવણી આ ગૃપ દ્વારા કરાઈ હતી.

જસદણ
આરોહણ પ્રોજેક્ટ- 4 અંતર્ગત પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર-જસદણ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવણી કરવામાં આવી હતી.કમળાપુર આંગણવાડી કેન્દ્ર-3 પર બાળકો અને સ્વ સહાય જૂથના બહેનો સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવણી નિમિતે જાગૃતિ કાર્યક્રમ હાથ ધરેલ હતો. આ કાર્યક્રમનું સફળ સંચાલન કમળાપુર આંગણવાડી કાર્યકર્તા બહેનો રસીલાબેન, રેખાબેન, ઇલાબેન, પારૂલબેન તેમજ પ્રોજેક્ટ ઓફિસર કાજલ ઝાલા પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર દ્વારા કરવામાં આવ્યું હતું.

ગીર ગઢડા
ગીર ગઢડા તાલુકામાં દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ગીરગઢડા ખાતે આવેલ શ્રી અભિનવ વિદ્યા મંદિર માં ઉજવણી કરવામાં આવી જેમાં વિધાથીરઓ તેમજ શિક્ષકો દ્વારા વિવિધ યોગાસન કરવામાં આવ્યા હતા આ તકે યુવક મંડળ ના પ્રમુખ રાજુભાઈ પટેલ સહિત ગીર ગઢડા ના તમામ અગ્રણીઓ વેપારી મીત્રો ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે ગીર ગઢડા શ્રી કુમાર શાળા ખાતે પણ દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી... દ્રોણેશ્વર ગુરુકુળ ખાતે પણ યોગ દીવસની ઉજવણી થઈ જેમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ ગીર ગઢડા પોલીસ સ્ટેશનના પીએસઆઇ જે.આર.ડાંગર અને પોલીસ સ્ટાફ દ્વારા વિવિધ યોગાસન કરવામાં આવ્યા હતા.

તરવડા
વિશ્વયોગ દિવસે અમરેલી તાલુકાકક્ષાના યોગ દિવસની ભવ્ય ઉજવણી  શ્રી  સ્વામિનારાયણ  ગુરૂકુલ તરવડા ખાતે થઈ હતી. ગુરૂકુલનાં ભવ્ય અને દિવ્ય પ્રાંગણમાં પૂ. સંતો, મહાનુભાવો  તથા ગુરૂકુલમાં સંસ્કાર યુકત  શિક્ષણ લઇ રહેલા  ર076 ઉપરાંત  વિદ્યાર્થીઓએ ભાગ લીધો  હતો. આ પ્રસંગે તરવડા ગુરુકુલનાં સંચાલક પુરાણી કૃષ્ણ પ્રિયદાસ જીસ્વામીએ પ્રાસંગિક ઉદ્બોધનમાં ભારતીય સંસ્કૃતિમાં યોગનું મહત્વ સમજાવ્યું  હતું. તથા  ગુરૂકુલનાં  ભૂતપૂર્વ વિદ્યાર્થીતથા  અમરેલી  તાલુકા  પંચાયત પ્રમુખ  કિશોરભાઇ કાનપરિયાએ  તેમજ અમરેલી મામલતદાર  એમ. નિમાવતે યુવાનોને યોગ તરફ વળવા તેમજ એકાગ્રતા કેળવવા પ્રેરણા આપી હતી. 

અમરેલી
10મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ‘સ્વયં અને સમાજમાટે યોગ’ની થીમ સાથે અમરેલી સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે  મનોરમ્ય વાતાવરણમાં જિલ્લાકક્ષાની ઉજવણી સંપન્ન થઈ હતી. 
ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક અને અમરેલી- કુંકાવાવ-વડિયા વિસ્તારના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા, જિલ્લા કલેકટર અજય દહિયા, જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડયા, વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ, અધિકારી-કર્મચારીઓ, જિલ્લાના સૌ નાગરિકો, ડિસ્ટ્રીકટ લેવલ સ્પોર્ટસ સ્કૂલના વિદ્યાર્થીઓ સહિત ઉજવણીમાં જોડાયા હતા. વિવિધ યોગાસન પ્રસ્તુતિ થકી વાતાવરણ યોગમય બન્યું હતુ. 

ખાનકોટડા પ્રા.શાળા
કાલાવડ તાલુકાના ખાનકોટડા પ્રાથમિક શાળામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં ઉત્સાહભેર વિદ્યાર્થીઓ, શિક્ષકો સહિતના લોકો જોડાયા હતા અને યોગ પ્રાણાયામ કર્યા હતા. વિશ્ર્વ યોગ દિને વસુધૈવ કુટુમ્બકમ અને સર્વત્ર સુખિન: સન્તુ સર્વે સન્તુ નિરામયા’ની ભારતીય સંસ્કૃતિની ભાવનાના દર્શન થાય છે. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj