ભાવનગરમાં ભાજપના નીમુબેન તથા ‘આપ’ના ઉમેશ મકવાણાએ રોડ-શો સાથે ઉમેદવારી કરી

Saurashtra | Bhavnagar | 16 April, 2024 | 11:29 AM
‘આપ’ના ઉમેદવાર સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંતમાન જોડાયા: નીમુબેન બાંભણીયાના રોડ-શોમાં કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયા સામેલ
સાંજ સમાચાર

(વિપુલ હિરાણી) ભાવનગર, તા.16
 

ભાવનગર લોકસભાની બેઠક માટે બંને મુખ્ય પાર્ટીના ઉમેદવારોએ આજે વાજતે ગાજતે રેલી કાઢ્યા બાદ ઉમેદવારી ફોર્મ ભર્યા છે. ભાજપના મહિલા ઉમેદવાર નિમુબેન તથા ગઠબંધનના આપના ઉમેદવાર ઉમેશભાઈ મકવાણા એ વિશાળ ટેકેદારો અને આગેવાનોની ઉપસ્થિતિમાં રેલી કાઢ્યા બાદ બપોરે  આવેદનપત્ર રજૂ કર્યું હતું. ભાજપમાંથી કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવીયા જ્યારે આપ માંથી પંજાબના મુખ્યમંત્રી માન સહિતના રાજકીય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

આગામી લોકસભાની બેઠક માટે ઉમેદવારી પત્ર ભરવા હવે માત્ર ત્રણ દિવસ જ બાકી છે ત્યારે આજે ભાજપના ઉમેદવાર નિમુબેન બાંભણિયા એ તથા ગઠબંધનના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉમેશભાઈ મકવાણાએ પોતાના ઉમેદવારી ફોર્મ ભર્યા છે.

આજ રોજ ભાજપના ઉમેદવાર નિમુબેન બાંભણિયાની ઉમેદવારી નોંધાવવા માટે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા અને પ્રદેશ કક્ષાના આગેવાનો તેમજ સ્થાનિક ભાવનગર શહેર અને જિલ્લા પ્રમુખ સહિત હોદ્દેદારો, આગેવાનોની ઉપસ્થિતિમાં સવારે 10:30 કલાકે એ.વી. સ્કૂલના ગ્રાઉન્ડથી રેલી સ્વરૂપે જઈ કલેકટર કચેરી ખાતે નિયત સંખ્યામાં બપોરે 12:39 કલાકે ભાવનગર લોકસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી.

જયારે આમ આદમી પાર્ટી ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ઉમેશભાઈ મકવાણા તા.16ને ઘોઘાગેટ ચોક ખાતેથી સવારે 11:30 કલાકે ઉમેદવારી પત્રક રેલી સ્વરૂપે રજુ કરશે. જેમાં પંજાબના મુખ્યમંત્રી ભગવત માન, આપના પ્રદેશ પ્રમુખ સહિત કોંગ્રસના ભાવનગર જીલ્લા અને શહેરના પ્રમુખ હાજર રહ્યા હતા.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj