(વિપુલ હિરાણી) ભાવનગર, તા.17 ભાવનગર ભાજપના ઉમેદવાર નિમુબેન બાંભણિયાએ આવકવેરા પત્રકમાં દર્શાવેલી આવકમાં છેલ્લા પાંચ વર્ષમાં આવકમાં વધારો નોંધાયો છે. 2018 -19 માં 3,19,090 હતી તે 2022-23 માં 4,99,230 થઈ હતી. તેમજ રૂ.95 હજાર હાથ પર રોકડ છે. પરંતુ 8,40,000 ની કિંમતનું 138 ગ્રામ સોનુ તેમની પાસે છે. દસ લાખની કિંમતની વારસાગત કૃષિની જમીન ઉપરાંત સ્વ ઉપાર્જિત વર્ષ 2009માં 3,50,000 માં ખરીદેલી મિલકતમાં 45 લાખનું ડેવલપમેન્ટ કરી હાલમાં તેમની કિંમત રૂ.2.30 કરોડ થઈ ગઈ છે. નિમુબેન પાસે વાહન નથી અને તેમના પતિ જયંતીભાઈ બાંભણિયા પાસે એક ટુ વ્હીલર અને મારુતિ અલ્ટો છે. શૈક્ષણિક કાર્ય સાથે સંકળાયેલા નિમુબેનને 58,29,447ની લોન ચૂકવવાની બાકી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy