આજથી ખંડેરી-પડધરી રેલવે પડધરી સેક્શનમાં બ્લોકથી 30 જૂન સુધી રેલ વ્યવહારને મોટી અસર પડશે

Saurashtra | Rajkot | 24 June, 2024 | 11:25 AM
4 ટ્રેનો રદ્દ, 20 ટ્રેનો આંશિક રદ્દ, 2 ટ્રેનો ડાયવર્ટ, 5 ટ્રેનો રિશેડ્યુલ: વૈષ્ણોદેવી-કટરા ટ્રેન 3 કલાક મોડી ઉપડશે
સાંજ સમાચાર

રાજકોટ, તા.24
રાજકોટ ડિવિઝનમાં આવેલા રાજકોટ-ખંડેરી-પડધરી સેક્શનમાં ડબલ ટ્રેકના કામ માટે બ્લોક લેવામાં આવેલ છે, જેના કારણે 30 જૂન, 2024 સુધી રેલ વ્યવહાર ને અસર થશે. 

રદ કરાયેલી ટ્રેનોમાં વેરાવળ-ગાંધીનગર કેપિટલ ઇન્ટરસિટી 24.06.2024 થી 29.06.2024 સુધી રદ.
ગાંધીનગર કેપિટલ-વેરાવળ ઇન્ટરસિટી 25.06.2024 થી 30.06.2024 સુધી રદ. રાજકોટ-પોરબંદર એક્સપ્રેસ 24.06.2024 થી 30.06.2024 સુધી રદ. પોરબંદર-રાજકોટ એક્સપ્રેસ 24.06.2024 થી 30.06.2024 સુધી રદ.
 

આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનો:
રાજકોટ-વેરાવળ લોકલ 23.06.2024 થી 29.06.2024 સુધી ભક્તિનગરથી વેરાવળ સુધી. વેરાવળ-રાજકોટ લોકલ 23.06.2024 થી 29.06.2024 સુધી વેરાવળથી ભક્તિનગર સુધી. રાજકોટ-વેરાવળ લોકલ 24.06.2024 થી 30.06.2024 સુધી ભક્તિનગરથી વેરાવળ સુધી. વેરાવળ-રાજકોટ લોકલ 23.06.2024 થી 29.06.2024 સુધી વેરાવળ થી ભક્તિનગર સુધી. પોરબંદર-રાજકોટ એક્સપ્રેસ 23.06.2024 થી 29.06.2024 સુધી પોરબંદરથી ભક્તિનગર સુધી. 
રાજકોટ-પોરબંદર એક્સપ્રેસ 23.06.2024 થી 29.06.2024 સુધી ભક્તિનગરથી પોરબંદર સુધી ચલાવવામાં આવશે. આ રીતે આ ટ્રેન રાજકોટ-ભક્તિનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
ઓખા-રાજકોટ લોકલ 23.06.2024 થી 29.06.2024 સુધી ઓખાથી હાપા સુધી ચલાવવામાં આવશે. આ રીતે આ ટ્રેન હાપા-રાજકોટ વચ્ચે આંશિક રીતે રદ રહેશે. 

રાજકોટ-ઓખા લોકલ 24.06.2024 થી 30.06.2024 સુધી હાપાથી ઓખા સુધી ચલાવવામાં આવશે. આ રીતે આ ટ્રેન રાજકોટ-હાપા વચ્ચે આંશિક રીતે રદ રહેશે. રોજ બરૌની થી દોડતી ટ્રેન નંબર 09570 બરૌની-રાજકોટ સ્પેશિયલ બરૌનીથી સુરેન્દ્રનગર સુધી ચલાવવામાં આવશે. 
આ રીતે આ ટ્રેન સુરેન્દ્રનગર-રાજકોટ વચ્ચે આંશિક રીતે રદ રહેશે. 28.06.2024 ના રોજ, રાજકોટ-બરૌની સ્પેશિયલ સુરેન્દ્રનગરથી બરૌની સુધી ચલાવવામાં આવશે. આ રીતે આ ટ્રેન રાજકોટ-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે. 

24.06.2024 ના રોજ રેવાથી દોડતી ટ્રેન નંબર 22938 રેવા-રાજકોટ એક્સપ્રેસ રેવાથી સુરેન્દ્રનગર સુધી દોડશે. આ રીતે આ ટ્રેન સુરેન્દ્રનગર-રાજકોટ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
27.06.2024 ના રોજ રાજકોટથી ચાલતી રાજકોટ-દિલ્હી સરાય રોહિલ્લા એક્સપ્રેસ સુરેન્દ્રનગરથી દિલ્હી સરાય રોહિલ્લા સુધી દોડશે. આ રીતે આ ટ્રેન રાજકોટ-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

28.06.2024 ના રોજ દિલ્લી સરાય રોહિલ્લા થી ચાલતી દિલ્હી સરાય રોહિલ્લા-રાજકોટ એક્સપ્રેસ દિલ્હી સરાય રોહિલ્લા થી વાંકાનેર સુધી દોડશે. આ રીતે આ ટ્રેન વાંકાનેર-રાજકોટ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
25.06.2024 ના રોજ જડચેરલાથી દોડતી જડચેરલા-રાજકોટ સ્પેશિયલ જાડચેરલાથી વાંકાનેર સુધી ચલાવવામાં આવશે. આ રીતે આ ટ્રેન વાંકાનેર-રાજકોટ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

24.06.2024 અને 25.06.2024ના રોજ સિકંદરાબાદથી ચાલતી સિકંદરાબાદ-રાજકોટ એક્સપ્રેસ સિકંદરાબાદથી વાંકાનેર સુધી દોડશે. આ રીતે આ ટ્રેન વાંકાનેર-રાજકોટ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
26.06.2024 અને 27.06.2024ના રોજ રાજકોટથી ચાલતી રાજકોટ-સિકંદરાબાદ એક્સપ્રેસ વાંકાનેરથી સિકંદરાબાદ દોડશે. આ રીતે આ ટ્રેન રાજકોટ-વાંકાનેર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
ભાવનગર-ઓખા એક્સપ્રેસ 10.06.2024 થી 28.06.2024 સુધી ભાવનગરથી સુરેન્દ્રનગર ચાલશે. આ રીતે આ ટ્રેન સુરેન્દ્રનગર-ઓખા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

ઓખા-ભાવનગર એક્સપ્રેસ 11.06.2024 થી 29.06.2024 સુધી સુરેન્દ્રનગરથી ભાવનગર સુધી દોડશે. આ રીતે આ ટ્રેન ઓખા-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
24.06.2024 અને 27.06.2024 ના રોજ, બાંદ્રા થી ચાલતી બાંદ્રા-જામનગર હમસફર એક્સપ્રેસ બાંદ્રાથી સુરેન્દ્રનગર સુધી ચલાવવામાં આવશે. આ રીતે આ ટ્રેન સુરેન્દ્રનગર-જામનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

25.06.2024 અને 28.06.2024 ના રોજ જામનગર-બાંદ્રા હમસફર એક્સપ્રેસ સુરેન્દ્રનગરથી બાંદ્રા સુધી ચલાવવામાં આવશે. આ રીતે આ ટ્રેન જામનગર-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ 09.06.2024 થી 28.06.2024 સુધી વડોદરાથી સુરેન્દ્રનગર સુધી ચલાવવામાં આવશે. આ રીતે આ ટ્રેન સુરેન્દ્રનગર-જામનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ 10.06.2024 થી 29.06.2024 સુધી સુરેન્દ્રનગરથી વડોદરા સુધી ચલાવવામાં આવશે. આ રીતે આ ટ્રેન જામનગર-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
ડાયવર્ટ કરેલા રૂટ પર દોડતી અને રીશેડ્યુલ કરેલ ટ્રેનોમાં ઓખા-વેરાવળ એક્સપ્રેસ 25.06.2024 થી 28.06.2024 ના રોજ ડાયવર્ટ કરેલા રૂટ વાયા કાનાલુસ-વાંસજાળીયા-જેતલસર-વેરાવળ થઈને ચલાવવામાં આવશે. આ ટ્રેન ને રીશેડ્યુલ કરવામાં આવેલ છે. આ ટ્રેન ઓખા થી તેના નિર્ધારિત સમય થી 5 કલાક અને 45 મિનિટ મોડી એટ્લે કે 02.00 વાગ્યે ઉપડશે.

વેરાવળ-ઓખા એક્સપ્રેસને 25.06.2024 થી 28.06.2024ના રોજ ડાયવર્ટ કરેલા રૂટ વાયા જેતલસર-વાંસજાળીયા-કાનાલુસ થઈને ચલાવવામાં આવશે. આ ટ્રેન ને રીશેડ્યુલ કરવામાં આવેલ છે. આ ટ્રેન ઓખા થી તેના નિર્ધારિત સમય થી 3 કલાક અને 55 મિનિટ મોડી એટ્લે કે 03.00 વાગ્યે ઉપડશે.
રીશેડ્યુલ કરેલ ટ્રેનોમાાં વેરાવળ-જબલપુર એક્સપ્રેસને 26.06.2024 ના રોજ વેરાવળ 2 કલાક 30 મિનિટ મોડી એટ્લે કે 12.35 કલાકે ઉપડવા માટે રીશેડ્યૂલ કરવામાં આવી છે.
વેરાવળ-બાંદ્રા સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસને 26.06.2024 ના રોજ વેરાવળ થી 1 કલાક 30 મિનિટ મોડી એટ્લે કે 13.20 કલાકે ઉપડવા માટે રીશેડ્યૂલ કરવામાં આવી છે.

તિરુવનંતપુરમ-વેરાવળ એક્સપ્રેસને 24.06.2024 ના રોજ તિરુવનંતપુરમ થી 6 કલાક મોડી એટલે કે 21.45 કલાકે ઉપડવા માટે રીશેડ્યૂલ કરવામાં આવી છે.
ઈન્દોર-વેરાવળ મહામના એક્સપ્રેસને 25.06.2024ના રોજ ઈન્દોરથી 5 કલાક મોડી એટલે કે 26.06.2024ના રોજ 03.20 કલાકે ઉપડવા માટે રીશેડ્યૂલ કરવામાં આવી છે.

જબલપુર-વેરાવળ એક્સપ્રેસને 25.06.2024 ના રોજ જબલપુર થી 4 કલાક મોડી એટલે કે 18.00 કલાકે ઉપડવા માટે રીશેડ્યૂલ કરવામાં આવી છે.
માર્ગ માં રેગ્યુલેટ (મોડી થનાર) ટ્રેનોમાં શ્રી માતા વૈષ્ણો દેવી કટરાથી ચાલતી ટ્રેન નંબર 12478 શ્રી માતા વૈષ્ણોદેવી કટરા-જામનગર એક્સપ્રેસ માર્ગ માં 3 કલાક મોડી થશે.  
24.06.2024 ના રોજ શ્રી માતા વૈષ્ણો દેવી કટરાથી ચાલતી શ્રી માતા વૈષ્ણો દેવી કટરા-હાપા એક્સપ્રેસ માર્ગ માં 3 કલાક મોડી થશે.  
રેલવે તંત્ર મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેન ના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સમાટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj