લંડન: ઓસ્ટ્રેલિયન ઓપનર ટ્રેવિસ હેડ 844 પોઈન્ટ સાથે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ (આઈસીસી)નાં ટી20 બેટસમેન રેન્કીંગ્સમાં પ્રથમ સ્થાને પહોંચી ગયો છે. તેણે ચાર રેન્ક કૂદીને નંબર વન રેન્કીંગ હાંસલ કર્યું હતું. ભારત સામે 76 રનની ઈનિંગ્સ રમનાર આ બેટરે ટી20 વર્લ્ડકપ 2024માં 255 રન બનાવ્યા હતા. આ જ કારણ છે કે તે ટી20 રેન્કીંગ્સમાં ટોપ પર પહોંચી ગયો છે.
આ ટુર્નામેન્ટમાં સૂર્યકુમાર યાદવે (842 પોઈન્ટ) પણ સતત બે અડધી સદી ફટકારી હતી, પરંતુ ઓસ્ટ્રેલિયા સામે તેણે 31 રન અને બાંગ્લાદેશ સામે માત્ર 6 રન બનાવ્યા હતા. આ કારણે તેણે પોતાનું નંબર વન રેન્કીંગ ગુમાવ્યું. પરંતુ હવે સેમીફાઈનલ અને ફાઈનલમાં મોટી ઈનિંગ્સ રમીને આ મુંબઈકર ફરી ટી20 ઈન્ટરનેશનલનો નંબર વન બેટર બની શકે છે.
ટી20 ઈન્ટરનેશનલના ટોપ બેટર
► ટ્રેવિસ હેડ...844 પોઈન્ટ
► સુર્યકુમાર યાદવ...842 પોઈન્ટ
► ફિલ સોલ્ટ...816 પોઈન્ટ
► બાબર આઝમ...755 પોઈન્ટ
► મોહમ્મદ રિઝવાન...846 પોઈન્ટ
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy