બોલિવૂડની હીરોઇનો હવે હીરોને મોહતાજ નથી! હીરોઇન પ્રધાન ફિલ્મોએ દેખાડ્યો દમ!

India, Entertainment, Woman | 04 April, 2024 | 11:01 AM
► વિદ્યા બાલન, રાની મુખર્જી, તાપસી પન્નુએ રૂપેરી પરદે હિરોઇનને લોકપ્રિય બનાવી
સાંજ સમાચાર

► યામી ગૌતમ સ્ટારર ફિલ્મ ‘આર્ટિકલ 370’એ કર્યો 100 કરોડનો બિઝનેસ: કરીના-તબ્બુ-કૃતિની ત્રિપુટીની ફિલ્મ ‘ક્રુ’નો પહેલા વીક એન્ડમાં જ 60 કરોડનો વકરો!: ‘બસ્તર: ધી નક્સલ સ્ટોરી’માં અદા શર્માનું કામ વખણાયું

 

મુંબઇ, તા.3
હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને હંમેશાથી નાયક પ્રધાન ફિલ્મ ઇન્ડસ્ટ્રી કહેવામાં આવી છે. નાયક વિના કોઇ ફિલ્મની કલ્પના અશક્ય છે પણ હાલમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘ક્રૂ’માં તબ્બુ, કરીના કપુર અને ક્રૂનિ સેનન જેવી એ ગ્રેડની હિરોઇનોએ સાબિત કરી દીધું છે કે તે કોઇ હીરોની મોહતાજ નથી. આ પહેલા યામી ગૌતમ ‘આર્ટિકલ 370’માં અને અદા શર્મા ‘બસ્તર: ધી નકસલ સ્ટોર’માં કોઇ હીરો વિના નજરે પડી હતી.

વર્ષની પહેલી ત્રિમાસિકમાં પ્રદર્શિત ફિલ્મોમાં ત્રણ ફિલ્મો હીરો વગરની હતી. ‘આર્ટીક્લ 370’માં યામી ગૌત્તમ સામે કોઇ હીરો નહોતા. તેમ છતાં આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 100 કરોડનો બિઝનેસ કર્યો હતો. તે જ રીતે ‘બસ્તર: ધી નક્સલ સ્ટોરી’ પણ હિરોઇન અદા શર્મા પર આધારિત હતી.

આ ફિલ્મ ભલે બોક્સ ઓફિસ પર ન ચાલી પણ અદાના અભિનયના વખાણ થયા હતા. તો બીજી બાજુ તબ્બુ-કરીના-કૃતિની ફિલ્મ ‘ક્રુ’એ પહેલા વીક એન્ડમાં જ 60 કરોડની કમાણી કરીને સાબિત કરી દીધું હતું. તે પણ કોઇ હીરો વિના પોતાના પફોર્મન્સથી બોક્સ ઓફિસને ચમકાવી શકે છે.

બોલીવૂડમાં આઉટ એન્ડ આઉટ નાયિકા પ્રધાન ફિલ્મોની ધારા વાળવાનો શ્રેય ઘણી હદ સુધી વિદ્યા બાલન અને રાની મુખર્જીને જાય છે. 2011માં આવેલી રાની અને વિદ્યા અભિનિત ફિલ્મ ‘નો વન કિલ્ડ જેસિકા’એ માત્ર ક્રિટીક્સ જ નહીં, દર્શકોના દિલમાં પણ જગ્યા બનાવી હતી.

રસપ્રદ વાત એ છે કે આ ફિલ્મનો કોઇ હિરોની જરૂર જ પડી નહોતી. વિદ્યા બાલન સતત ‘બેગમ જાન’ અને ‘નિયત’ જેવી ફિલ્મોમાં હીરો વિના જોવા મળી હતી. રાની મુખર્જીએ પણ આ ટ્રેન્ડ આગળ વધાર્યો હતો. તેની ‘મર્દાની’ અને ‘મર્દાની-2’માં હીરોની કોઇ જરુર પડી નહોતી. તાપસી પન્નુ પણ એવી હિરોઇન છે જેણે ‘પિંક’, ‘થપ્પડ’, ‘સાંડ કી આંખ’ ‘શાબાશ મિઠું’ જેવી ફિલ્મોમાં હીરોની જરુરીયાતને ખતમ કરી નાખી હતી.

ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ તરણ આદશા આ મામલે જણાવે છે કે પહેલા ફિલ્મ મેકર્સને ફરિયાદ હતી કે હીરોઇન ઓરિએન્ટેડ ફિલ્મો પૈસા નથી કમાઇ શકતી પણ હવે સિનારિયો બદલાઇ ગયો છે. અગાઉ પણ ‘મધર ઇન્ડિયા’ જેવી સ્ટ્રોંગ હીરોઇન ઓરિએન્ટેડ ફિલ્મો બનતી હતી, હવે માનવું પડશે કે હીરો ડોમિનેન્સવાળી ઇન્ડસ્ટ્રીમાં હીરોઇનનો રોલ બદલી ગયો છે. 

હીરોઇન ઓરિએન્ટેડ ફિલ્મોને સફળતા અપાવનાર એક્ટ્રેસ વિદ્યા બાલન કહે છે, જ્યારે 2012માં મેં ‘ઇશ્કિયા’ કરી હતી. ત્યારે મને લાગ્યું હતું કે આવી ફિલ્મો કેરિયરમાં એકાદ જ મળે છે, પણ ‘કહાની’ બાદ આ દોર વધતો ગયો.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj