ધોરાજી બન્યું રામમય: વિશાળ શોભાયાત્રા નિકળી

Saurashtra | Dhoraji | 17 April, 2024 | 11:23 AM
ઠેર-ઠેર ભવ્ય સ્વાગત: રામ મંદિરે પૂજા-અર્ચના સાથે મહાઆરતી યોજાઈ: ભાવીકોએ વિશાળ સંખ્યામાં લાભ લીધો
સાંજ સમાચાર


(સાગર સોલંકી/ધર્મેન્દ્ર બાબરીયા)
ધોરાજી તા.17

 

ધોરાજી ખાતે રામનવમીની વાજતે ગાજતે ભવ્ય શોભાયાત્રા નિકળી હતી. ભકતશ્રી તેજાબાપા અન્ન ક્ષેત્ર ટ્રસ્ટ, સમસ્ત હિન્દુ સમીતી દ્વારા યોજાયેલ આ શોભાયાત્રામાં પોરબંદર લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર લલીતભાઈ વસોયાએ ઢોલ વગાડી મંડળી રમી જયશ્રી રામના નારા લગાવ્યા હતા.
 ધોરાજી ખાતે ભગવાન શ્રી રામના જન્મ દિવસ રામનવમીના પવીત્ર તહેવાર પ્રસંગે આજે રામ મંદીર ખાતે પૂજા અર્ચના સાથે મહાઆરતી કરી શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો. જેમાં ભકત શ્રી તેજાબાપા અન્નક્ષેત્ર ટ્રસ્ટના આગેવાનો, હિન્દુ સમીતીના સભ્યો હાજર રહેલ હતા.

 આ શોભાયાત્રા સ્ટેશન પ્લોટ, જેતપુર રોડ, અવેડા ચોક, ત્રણ દરવાજા, બજાર સહીતના વિસ્તારોમાં આકર્ષક ફલોટ સાથે નીકળેલ હતી. ડીજેના તાલે જયશ્રી રામના નારા સાથે ધોરાજી શહેર આખુ જયશ્રી રામના નારા સાથે ગુંજી ઉઠેલ હતું.

 આ શોભાયાત્રામાં ઠેર ઠેર ફુલહારથી ભવ્ય સ્વાગત કરવામાં આવેલ હતું. નાગરીક બેંક ખાતે શોભાયાત્રાનું બેંકના સ્ટાફ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવેલ હતું.

 આ દરમિયાન સંતરામ પાન યુવક મંડળ દ્વારા ચાનું વિતરણ કરવામાં આવેલ હતું. રાજુ પાન એન્ડ ગ્રુપ દ્વારા ગ્રીન ફરાળી બટેટાનું વિતરણ કરવામાં આવેલ હતું. પુજારા મોબાઈલ દ્વારા ઠંડી છાશનું વિતરણ કરવામાં આવેલ હતું.
 

આ શોભાયાત્રામાં ધોરાજીના ઘણા બધા યુવક મંડળ દ્વારા વાહનોમાં આકર્ષક ફલોટ, રાસમંડળી, રામ મંદીર થીમ, સહીતના ફલોટ આ શોભાયાત્રામાં જોવા મળેલ હતા.

 આ શોભાયાત્રાને ધોરાજીવાસીઓએ બહોળી સંખ્યામાં નિહાળી હતી. આ પ્રસંગે જયશ્રી રામ જયશ્રી રામના નારા સાથે સમગ્ર વાતાવરણ રામથી ગુંજી ઉઠેલ હતું.

♦ રામનવમીની શોભાયાત્રામાં ગ્રીન ફરાળી બટેટાનું વિતરણ
 રામનવમીના પાવન પવિત્ર તહેવાર નિમિત્તે ધોરાજી જેતપુર રોડ પર આવેલ રાજુ પાન એન્ડ ગ્રુપ દ્વારા ગ્રીન ફરાળી બટેટાનું વિતરણ કરવામાં આવેલ હતું.
 આ ભગીરથ કાર્યને સફળ બનાવવા રાજુ પાન એન્ડ ગ્રુપના દરેક સભ્યોએ જહેમત ઉઠાવેલ હતી.

(તસ્વીર: સાગર સોલંકી/ધર્મેન્દ્ર બાબરીયા-ધોરાજી)

♦ રામનવમીની શોભાયાત્રા દરમ્યાન ઠંડી છાશનું વિતરણ
 રામનવમી તહેવાર નિમિત્તે ધોરાજી જેતપુર રોડ પર આવેલ પુજારા મોબાઈલની બ્રાન્ચ ખાતે ઠંડી છાશનું વિતરણ કરવામાં આવેલ હતું.  આ કાર્યને સફળ બનાવવા પુજારા મોબાઈલના સંચાલકો સ્ટાફગણ સહીતના લોકોએ જહેમત ઉઠાવેલ હતી.
(તસ્વીર: સાગર સોલંકી/ધર્મેન્દ્ર બાબરીયા-ધોરાજી)

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj