શોખ અને રૌફ જમાવવા એસ્ટેટ બ્રોકર સાગર વાંક પિસ્તોલ સાથે રાખતો હતો

Crime | Rajkot | 01 May, 2024 | 04:40 PM
ક્રાઇમ બ્રાન્ચની ટીમે કોઠારીયા સોલવન્ટ નજીક જુના ટોલનાકા પાસેથી આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી કરી
સાંજ સમાચાર

રાજકોટ. તા.01
લોકસભા ચૂંટણી પૂર્વે ગેરકાયદેસર હથિયારો સાથે ફરતાં લોકોને પકડવા પોલીસ મેદાને પડી છે. ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે કોઠારીયા સોલવન્ટ નજીક જુના ટોલનાકા પાસેથી એસ્ટેટ બ્રોકર સાગર વાંક પિસ્તોલ અને કાર્ટીઝ સાથે પકડી પાડ્યો હતો. પિસ્તોલ સાથે પકડાયેલ શખ્સ શોખ અને રૌફ જમાવવા માટે રાખતો હોવાની કબૂલાત આપી હતી.

દરોડાની વિગત મુજબ શહેર ક્રાઈમ બ્રાંચના પીઆઈ એમ.આર.ગોંડલીયાની રાહબરીમાં ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સાથેના હેડ કોન્સ્ટેબલ મહીપાલસિંહ ઝાલા અને કોન્સ્ટેબલ ઉમેશ ચાવડાને કોઠારીયા સોલવન્ટ નજીક જુના ટોલનાકાથી આગળ અમરદિપ મારબલની સામે સર્વિસ રોડ પર એક શખ્સ ગેરકાયદેસર હથિયાર સાથે ઉભો હોવાની મળેલ ચોક્કસ બાતમીના આધારે સ્ટાફે શખ્સને પકડી નામ પૂછતાં સાગર દેવાણદ વાંક (ઉ.વ.28) (રહે. નવલનગર શેરી નં.6, મવડી મેઈન રોડ) હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની તલાશી લેતાં તેની પાસેથી એક પિસ્તોલ અને એક કાર્ટીઝ મળી આવતાં તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આરોપીની પૂછતાછમાં  તે જમીન મકાનનો ધંધાર્થી હોવાનો અને પાંચ વર્ષથી શોખ માટે પિસ્તોલ રાખી હોવાની કબૂલાત આપી હતી. પિસ્તોલ કોની પાસેથી ખરીદી તે અંગે ક્રાઇમ બ્રાન્ચે વિશેષ પૂછતાછ હાથ ધરી હતી.

♦છરી-ધોકા સાથે નીકળી ગુનાને અંજામ આપે તે પહેલા 8 શખ્સો ઝબ્બે
રાજકોટ, તા.1

લોકસભા ચૂંટણી પૂર્વે કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તે માટે શહેર પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવે ગેરકાયદેસર હથિયારો સાથે ફરતા લોકોને પકડી પાડવાની સુચનાથી શહેર પોલીસે છરી સાથે પીડીએમ કોલેજ જાહેર રોડ પરથી વિજય કનુ જરીયા, કુવાડવા રોડ ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી વિજય નટુ નાગાણી, મોરબી રોડ જકાત નાકા પાસેથી હરેશ બટુક વાઘેલા, મોરબી રોડ લાતી પ્લોટ પાસેથી રાજેશ બાવજી ચુડાસમા, આજીડેમ ચોકડી નજીકથી પ્રકાશ મગન મકવાણા, રાજકોટ-ભાવનગર રોડ પર આજીડેમ ચોકડી પાસેથી રાજુ સુરેશ દુમાદિયા અને રૈયાધારમાંથી અમીત પરમારને દબોચ્યા હતાં.
જ્યારે આજીડેમ ચોકડી પાસેથી મહેશ ગંગારામ પાટીલને ધોકા સાથે પોલીસે પકડી પાડ્યો હતો.

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj