સીવીલ હોસ્પીટલ બ્રીજ પરથી બોલેરોમાં ગેરકાયદેસર ભરેલ 8 પશુઓને બચાવતા ગૌસેવકો

Crime | Rajkot | 02 May, 2024 | 04:50 PM
કૃપા ફાઉન્ડેશનના ગૌસેવકોએ એ ડીવીઝન પોલીસને સાથે રાખી વાંકાનેર તરફથી બોલેરોમાં અબોલ જીવોને ભરી આવતા ફીરદોશ જુણેજાને દબોચ્યો: ગુનો નોંધાયો
સાંજ સમાચાર

રાજકોટ તા.2
 સીવીલ હોસ્પીટલ ચોક બ્રીજ પરથી બોલેરોમાં ગેરકાયદેસર રીતે લઈ જવાતા 8 અબોલ જીવોને કૃપા ફાઉન્ડેશનના ગૌસેવકો અને એ ડીવીઝન પોલીસે સાથે મળી બચાવી લીધા હતા. વાંકાનેરથી રાજકોટ તરફ પશુઓને ગે.કા. લઈ આવતા વાંકાનેર પંથકના ફીરદોશ જુણેજાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 બનાવ અંગે રામવન પાસે રામપાર્ક સોસાયટીમાં રહેતા જયેન્દ્રભાઈ ચંદવાણીયા (ઉ.30)એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે બોલેરો પીકઅપનો ચાલક ફીરદોશ મુનાફ જુણેજા (રહે. ચંદ્રપુર વાંકાનેર)નું નામ આપી જણાવ્યું હતું કે તેઓ કૃપા ફાઉન્ડેશનમાં ગૌસેવક તરીકે કામ કરે છે. ગઈ મોડી રાત્રે બાતમી મળેલ કે એક માલવાહક ગાડીમાં નાના મોટા ભેંસના પાડા પાડી ગેરકાયદેસર રીતે ભરી વાંકાનેર તરફથી રાજકોટ તરફ આવવાના છે જેથી તેઓએ ગૌરક્ષક તરીકે કામ કરતા ભાવિનભાઈ પટેલ, કૃપાલભાઈ ગાલોરીયા, વિકીભાઈ સોનપાલ સહિતના લોકો સીવીલ હોસ્પીટલની ઉપર આવેલ પુલ પર વોચમાં હતા ત્યારે ત્યાંથી પસાર થયેલ બોલેરો પીકઅપ ગાડીને રોકી એ ડીવીઝન પોલીસ મથકને જાણ કરતા સ્ટાફ દોડી આવ્યો હતો અને બોલેરોના ચાલકનું નામ પુછતા ફીરદોશ મુનાફ જુણેજા જણાવ્યું હતું. બોલેરોની પાછળના ભાગે જોતા તેમાં ભેંસના પાડા અને પાડી મળી કુલ 8 જીવો ગેરકાયદેસર રીતે ખીચોખીચ પાણી તેમજ ઘાસચારાની વ્યવસ્થા વગર ભરેલ હતા. જેથી બોલેરો ચાલકની ધરપકડ કરી પશુઓને મુકત કરવામાં આવેલ હતા.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj