ચાર દિવસ બાદ આજે ગિરનાર રોપ-વે શરૂ

Saurashtra | Junagadh | 02 May, 2024 | 12:43 PM
પવનની ગતિ મંદ પડતા રોપ-વે શરૂ થયો : પ્રવાસીઓ ખુશ
સાંજ સમાચાર

જુનાગઢ, તા. 2
જુનાગઢ ગિરનાર પર્વત પર 60 કિ.મી.ની ઝડપે પવન ફુંકાતા છેલ્લા ચાર દિવસથી રોપ-વે બંધ હોવાથી યાત્રાળુઓ  નિરાશ થયા હતા. આજે પવનની ગતિમાં ઘટાડો થતા ચાર દિવસ બાદ ફરી રોપ-વે શરૂ થતાં યાત્રાળુઓએ રાહત અનુભવી છે. 

જુનાગઢ ભવનાથ ક્ષેત્રમાં દરરોજ દુર-દુરના અન્ય રાજયોમાંથી પણ યાત્રાળુઓ મોટી સંખ્યામાં આવતા હોય અને ગિરનાર પર્વત પર માઁ અંબાજી, ગુરૂ દત્તાત્રેય મંદિરે દર્શન કરવા રોપ-વેની પણ સફર માણતા હોય છે.

સમયાંતરે પવનની ગતિમાં વધારો થતા રોપ-વે બંધ કરવામાં આવે છે. છેલ્લા ચાર દિવસ સુધી પવનની ગતિમાં વધારો રહેતા રોપ-વે સેવા બંધ રહી હતી. આજે પવનની ગતિ મંદ પડતા રોપ-વે શરૂ થતા પ્રવાસીઓ ખુશ થયા હતા અને રોપ-વેની સફર માણી આનંદ માણ્યો હતો.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj