ભાવનગરમાં સિલિન્ડરમાંથી ગેસ કાઢી ત્રણના પાંચ બાટલા ભરવાનું કૌભાંડ ઝડપાયું

Crime | Bhavnagar | 01 May, 2024 | 11:42 AM
મીની હીરાબજારમાં આવેલી ખોરડીમાં દરોડો: આવશ્યક વસ્તુ દ્વારા હેઠળ એક શખ્સની ધરપકડ
સાંજ સમાચાર

(વિપુલ હિરાણી દ્વારા) 
ભાવનગર તા.1
ભાવનગર શહેરમાં ગેસના ત્રણ બાટલા માંથી પાંચ બાટલા  ભરવાનું કોભાંડ ઝડપાયું છે.અને પોલીસે એક શખ્સને 44 બાટલા સાથે ઝડપી લીધો છે.ઘોઘા જકાતનાકા પાસે આવેલા મીની હીરાબજાર વિસ્તારમાં ગેસ સિલીન્ડરમાંથી ગેસ કાઢીને ઓછા વજનના ગેસ સિલીન્ડર વેંચવાનું કૌભાડ ચાલી રહ્યું હોવાની બાતમી મળતા એસઓજીએ છાપો મારી એક આરોપીની ઝડપી લઇ રૂા.52,675નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ઘોઘા જકાતનાકા પાસે આવેલી એક દુકાન અને તેની પાસેની ઓરડીમાં મોટી સંખ્યામાં ગેસના સિલીન્ડર રાખવામાં આવેલા છે અને ત્રણ ભરેલા સિલિન્ડરમાંથી પાંચ સિલીન્ડરમાં ગેસ ભરી ઓછા વજનના ગેસ સિલન્ડર વેંચવામાં આવી રહ્યાં છે. આ બાતમીના આધારે પોલીસે સ્થલ પર તપાસ કરતાં સ્થળ પરથી લાલજી બારૈયા નામનો શખ્સ મળી આવ્યો હતો.

ઓરડીમાં તપાસ કરવામાં આવતાં ઈન્ડેન કંપનીના 33, ભારત કંપનીના 3, રિલાયન્સ કંપનીના 6 તેમજ અન્ય બે ગેસ બોટલ મળી કુલ 44 ગેસના બોટલ મળી આવ્યાં હતા. સ્થળ પરથી વજન કાંટો તેમજ ભુંગળીઓ અને ચિપીયા સહિતનો પણ મુદ્દામાલ મળી આવ્યો હતો.

તપાસમાં ભરેલા ત્રણ ગેસ સિલિન્ડરમાંથી પાંચ ગેસ સિલીન્ડર ભરી ઓછા વજનના ગેસ સિલીન્ડર વેંચવામાં આવી રહ્યાં હોવાનું જણાતા પોલીસે આવશ્યક ચિજવસ્તુ ધારાની કલમ હેઠળ ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી હતી. આ અંગે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj