રાજકોટ, તા.6
રાજકોટ શહેરમાં આજે ફરી ગરમીનો પારો ઉંચકાયો છે. ગઇકાલે વાદળા સાથે 37 ડિગ્રી તાપમાન નોંધાયા બાદ આજે બપોરથી ફરી આકરી લૂં સાથે અંગ દઝાડતો તાપ અનુભવાયો હતો.
આજે બપોરે 2-30 કલાકે રાજકોટનું તાપમાન 40 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે પવનની ઝડપ 12 કિ.મી. રહેતા આગ ઝરતી લૂં ફુંકાઇ હતી. બપોરે હવામાં ભેજ 22 ટકા રહ્યો હતો,
જ્યારે આજે સવારે 8-30 કલાકે શહેરનું તાપમાન 28.4 ડીગ્રી અને લઘુતમ તાપમાન 24.6 ડીગ્રી નોંધાયું હતું. જ્યારે હવામાં ભેજ 71 ટકા રહ્યો હતો અને પવનની સરેરાશ ઝડપ 10 કિ.મી. નોંધાવા પામી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy