રામ નામ એક ઐસી પ્રીત, પ્રભુ સે દેતી જોડ । રામ નામ એક ઐસા ગીત, પ્રભુ દૌડે તેરી ઓર ॥

જય શ્રીરામ: રામલલ્લાના જન્મ વધામણામાં શ્રધ્ધા-ભક્તિનો અભિેષેક: શોભાયાત્રા નીકળી

Saurashtra | Rajkot | 17 April, 2024 | 03:41 PM
સાંજ સમાચાર

મર્યાદા પુરૂષોતમ ભગવાન શ્રી રામના જન્મોત્સવને વધાવવા સમગ્ર રાજકોટમાં અનેરો ઉમંગ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજકોટના પ્રાચીન સહિત રામ મંદિરોમાં પૂજા, અર્ચન વિશેષ આરતી સહિતના કાર્યક્રમો યોજાયા છે.

આજે વિશ્વ હિંદુ પરિષદ તથા રાધેશ્યામ ગૌશાળાના સંયુક્ત ઉપક્રમે સવારે નાણાંવટી ચોક ખાતે ધર્મસભા બાદ રથયાત્રાનો પ્રારંભ થયો હતો જે રાજકોટના વિવિધ મુખ્ય માર્ગો પરથી પસાર થઇને ન્યાલ ભગત અન્નક્ષેત્ર કાતે (રામ મંદિરે) સંપન્ન થઇ હતી. ત્યાં મહાઆરતી યોજાઇ હતી. રથયાત્રામાં અયોધ્યા મંદિરના શ્રીરામની પ્રતિકૃતિ સમાન નવફૂટની શ્રી રામજીની મૂર્તિ મુખ્ય રથમાં બિરાજમાન હતી. રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાએ શ્રી રામના દર્શન કરીને આરતી ઉતારવાનો લાભ લીધો હતો. રથયાત્રામાં 1100 કિલો મીઠાઇ તથા 1100 કિલો ફરાળની વ્યવસ્થા કરાઇ હતી.

આ ઉપરાંત કોઠારીયા ખાતેથી કિસાનપરા ચોકથી, સૂર્યમુખી હનુમાનજી મંદિરથી પણ શોભાયાત્રા યોજવામાં આવી હતી.

રાજકોટના કાલાવડ રોડ પર આવેલ સંકિર્તન મંદિર ખાતેથી સવારે પ્રભાત ફેરી તથા બપોરના 12 વાગ્યે વિશેષ આરતી સાથે રામ જન્મોત્સવની ઉજવણી કરાઇ હતી.

રઘુવંશી સમાજ દ્વારા રામ જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો. કાલાવડ રોડ પર આવેલ ઇસ્કોન મંદિરમાં શ્રી રામ જન્મોત્સવની ઉજવણી અનેરા ઉમંગ સાથે ઉજવાઇ રહ્યો છે. 2100 કિલો ફુલનો શ્રૃંગાર કરવામાં આવેલ છે તથા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે.આ સિવાય રાજકોટમાં ગીતા વિદ્યાલય, પોપટપરામાં આવેલ રામજી મંદિર, ગોંડલના પૂ. જયરામદાસબાપુના સાંનિધ્યમાં રામજન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો. ગીતા વિદ્યાલયમાં રામ નવમીના દિવસથી નિ:શુલ્ક છાશ વિતરણ તથા રામ જન્મોત્સવ ઉજવવામાં આવેલ. પેલેસ રોડ પર રામ ઝરુખો મંદિરમાં રામ નવમી નિમિત્તે વિશેષ અનુષ્ઠાનો યોજવામાં આવેલા હતા. કોઠારીયા કોલોનીના કોટેશ્વર મહાદેવ મંદિરે રામ જન્મોત્સવની ઉજવણી કરાઇ હતી.

♦ ધારેશ્વર મહાદેવ મંદિરે શ્રી રામની ભકિત: ભાવિકોની ભીડ

આજે રામનવમીના પાવન દિવસે રાજકોટમાં આવેલા ભગવાન શ્રીરામના મંદિરોમાં રામલલ્લાનો જન્મોત્સવ અનેરા ઉમંગ સાથે ઉજવાઈ રહ્યો છે. રામ મંદિરોમાં આજ સવારથી જ ભકતોની ભીડ જોવા મળી રહી છે. ઉપરોકત તસ્વીર ગોંડલ રોડ પર આવેલ રામ મંદિરમાં ધારેશ્ર્વર મહાદેવ મંદિરની છે. પ્રથમમાં ભગવાન શ્રીરામ, સીતા તથા લક્ષ્મણજીની આરતી ઉતારતા પુજારીજી જોવા મળે છે બીજી તસ્વીરમાં ભાવિકોની ભીડ જોવા મળી રહી છે. ભકિતકારો ભગવાન શ્રી રામની સ્તુતિ કરતા જોવા મળે છે.

(તસ્વીર: દેવેન અમરેલીયા)

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj