રાજકોટ, તા.15
75 વર્ષથી લોકોનું વિશ્વસનીય SOTC રાજકોટમાં જન્માષ્ટમી હોલી-ડે કાર્નિવલનું આયોજન કરી રહ્યું છે. આવતીકાલે રવિવારે સવારે 10 થી સાંજના 7 સુધી લેમન ટ્રી હોટલ, જીલ્લા પંચાયત નજીક આયોજન કરાયું છે. જેમાં લોકો જન્માષ્ટમીના વેકેશન માટે ખાસ ટૂર પેકેજ બુક કરાવી શકશે.
રાજકોટની જનતા માટે SOTC જન્માષ્ટમી હોલી-ડે કાર્નિવલ યોજી રહ્યું છે. તાજેતરમાં જામનગરમાં કરાયેલ આયોજનમાં બહોળો પ્રતિસાદ મળ્યા બાદ આવતીકાલે રાજકોટમાં યોજાશે. જન્માષ્ટમીના તહેવારમાં ખાસ જગ્યાએ ફરવા જવા માટે ખાસ કાર્નિવલનું આયોજન કરાયું છે. જેમાં બુકિંગ પર મુલાકાતીઓને વિશેષ ઓફરનો લાભ મળશે. કપલ, ફેમીલી ટુર બુકિંગ માટેનું એક માત્ર સ્થળ જઘઝઈ છે.
આવતીકાલે બુકિંગ કરનારને ચાંદીનો સિક્કો આપવામાં આવશે. રૂા.30,000નું ફેમીલી ડિસ્કાઉન્ટ પર કપલ લાભ મળશે. ફાઇવ સ્ટાર હોટલમાં કોમ્પ્લીમેન્ટ્રી અપગ્રેડ મળશે.
બુક કરાવનારને શુધ્ધ શાકાહારી ભોજન, જૈન ફૂડ, નાળિયેર પાણી, કોલ્ડ્રીંક જેવી સુવિધા મળશે. કપલ બુકિંગ માટે રૂા.15000ના પેકેજ રાખવામાં આવ્યા છે.
SOTC દર વખતે પોતાના ગ્રાહકો માટે નવું લાવે છે. ત્યારે લોકોની જન્માષ્ટમી ખાસ બનાવવા માટે આવતીકાલે જન્માષ્ટમી હોલી-ડે કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. હોટલ લેમન ટ્રીમાં સવારે 10 થી સાંજના 7 સુધી મુલાકાત લઇ શકાશે અને મનપસંદ સ્થળનું બુકીંગ કરાવી શકાશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy