ક્રિષ્ના સ્કૂલ દ્વારા અતુલ્ય ભારત રંગતરંગ 2024 વાર્ષિકોત્સવની ઉજવણી કરાશે :500 થી પણ વધુ વિદ્યાર્થીઓ ભાગ લેશે

Local | Rajkot | 27 April, 2024 | 04:38 PM
દેશમાં મહત્વના આઠ તહેવારોની સંયુકત કૃતિ રજૂ કરશે :મર્યાદા પુરુષોતમ ભગવાન શ્રીરામના જીવનદર્શનનું સંક્ષિપ્ત નાટક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પ્રસ્તુત થશે
સાંજ સમાચાર

રાજકોટ:તા 27 
ક્રિષ્ના સ્કૂલ દ્વારા ’અતુલ્ય ભારત’ રંગતરંગ 2024 ની ઉજવણી તા. 30/04/2024 ને મંગળવારનાં રોજ રાત્રે 8 કલાકે હેમુ ગઢવી હોલ ખાતે છે. તેમાં સ્કૂલના 500 થી પણ વધુ વિદ્યાર્થીઓએ ભાગ લેશે. વિદ્યાર્થીઓની સાથે વાલીઓ પણ આ કાર્યક્રમમાં ભાગ લેવાના છે. પ્રેપ સેકશનના વિદ્યાર્થીઓની મમ્મીઓ દ્વારા હાલરડા અને કવિ દલપતરામ રચિત "સૂતો હું પારણે પુત્ર" ગીત પર માતૃપ્રેમ પરનો મહિમા રજૂ કરશે.

રંગતરંગ 2024 ની મુળ થીમ ’અતુલ્ય ભારત’ દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારત દેશની સંસ્કૃતિને ઉજાગર કરતી વિવિધ બાબતો દર્શાવવાની છે. આપણા દેશમાં મહત્વના આઠ તહેવારો (ગણેશ ચર્તુથી, હોળી, લોહરી, શિવરાત્રિ, જન્માષ્ટમી, દુર્ગાપુજા, ઉતરાયણ અને દીવાળી) શાળાના 400 થી વધુ વિદ્યાર્થીઓ અભૂતપુર્વ રજૂઆત કરશે.

ગણેશ સ્તુતિ દ્વારા કાર્યક્રમનો મંગલ પ્રારંભ થશે. શાળાના વિદ્યાર્થીઓ દેશના સૈનિકો પ્રત્યે અને દેશ પ્રત્યેની ભાવના વધે તે માટે એક છોટે વીરજવાન ગીત દ્વારા પોતાની કૃતિ રજૂ કરશે. ત્યારબાદ બાળપણની યાદ અપાવે અને તેના સંસ્મરણોને તાજા કરતી કૃતિ પ્રેપ સેકશનના બાળકો દ્વારા રજૂ થશે.સંપૂર્ણ વિશ્વને આદર્શ માનવ થવા મર્યાદા પૂર્ણ જીવન જીવવાની કળા રામાયણ શીખવે છે.

મર્યાદા પુરુષોતમ ભગવાન શ્રીરામના જીવન દર્શનને સંક્ષિપ્ત નાટક દ્વારા શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવશે. આ આયોજન અંતર્ગત ટ્રસ્ટી તૃપ્તિ બેન ગજેરા, સેકસન હેડ કંદર્પ મહેતા, અને તન્મય વાળા, એકતા અડોદરિયા, ડિમ્પલ પારેખ, સેતુબેન કોટક, રિમ્પલ પટેલ, જ્યોતિ માઢવી , રીના ચુડાસમા એ સાંજ સમાચારની મુલાકાત લીધી છે. 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj