મતદાન પહેલા જ લીંબડી પાસેથી રૂ.25.39 લાખનો દારૂ ઝડપાયો

Crime | Surendaranagar | 04 May, 2024 | 11:16 AM
સુરેન્દ્રનગર એલ.સી.બી. એ સિમેન્ટનાં ટાંકામાં સંતાડેલો દારૂ ભરેલો ટ્રક કબ્જે કર્યો: એક શખ્સની અટકાયત: કુલ રૂ.37.39 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો
સાંજ સમાચાર

(ફારૂક ચૌહાણ)
વઢવાણ તા. 4

સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષક ડો.ગીરીશ પંડયાએ આગામી લોકસભાની ચુંટણી અન્વયે જિલ્લામા પ્રોહી/જુગારની બદી સપુર્ણપણે નેસ્તનાબુદ કરવા અલગ અલગ ટીમો બનાવી પરીણામલક્ષી કામગીરી કરવા બી.એલ.રાયજાદા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી.સુરેન્દ્રનગર સુચના આપેલ હોય, જે અન્વયે એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેકટર બી.એલ.રાયજાદા એલ.સી.બી.સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી સુરેન્દ્રનગર જીલ્લામાંથી પસાર થતા અલગ અલગ હાઇવે રોડ પર ખાસ પેટ્રોલીંગ હાથ ધરી,અમુક વાહનોમાં વિદેશી દારૂનો જથ્થો ભરી વિદેશી દારૂની હેરાફેરી કરતા હોય જેથી તે અંગે ચોકકસ હકીકત મેળવી પરીણામલક્ષી કામગીરી કરવા સુચના માર્ગદર્શન આપતા. 

એલ.સી.બી.ટીમ દ્વારા લીંબડી પો.સ્ટે.વિસ્તારમાં નેશનલ હાઇવે રોડ ઉપર ખાસ પેટ્રોલીંગ હાથ ધરી ચોકકસ બાતમી હકીકત મેળવી સિમેન્ટના ટાંકામાં ટ્રકમાં છુપાવીને લઈ જવાતો ઇંગ્લીશ દારૂ સાથે ટૂંક નો ચાલકને ગે.ક પાસ પરમીટ વગરનો ભારતીય બનાવટનો અલગ અલગ બ્રાન્ડનો વિદેશી દારૂ ગ્રીન લેબલ એક્ષ્પોર્ટ સ્પેસીયલ ધ રીચ બ્લેન્ડ વ્હિસ્કી 750 એમ એલ.ની બોટલ નંગ.476 કી.રૂ.1,61,840/- ઓફીસર ચોઇસ કલાસિક વ્હિસ્કી 750 એમ.એલ.ની બોટલ નંગ.3780 કી.રૂ.13,23,000/- વ્હાઇટ લેસ વોડકા ઓરેજ ફ્લેવર 180 એમ એલ.ની બોટલ નંગ.6655 કી.રૂ.6,65,500/- કીગફીશર સુપર સ્ટ્રોગ પ્રીમીયમ બીયર ટીન 500 એમ એલ.ની બીયર ટીન નંગ 3509 કી.રૂ.3,50,900/- એમ કુલ ઇંગ્લીશ દારૂ કી.રૂ.25,01,240/- તથા મોબાઇલ ફોન ન.1 કી.રૂ.10,000/- તથા ડ્રાઇવિંગ લાઇસન્સ તથા ટ્રક રજી નંબર RI-09-GD-0950 કી.રૂ.12,00,000/- (બાર લાખ) તથા રોકડ રૂપીયા 28,000/- એમ મળી કુલ કી.રૂ.37,39,240/- ના મુદામાલ સાથે એક શખ્સને પકડી પાડી તમામ મુદામાલ કબ્જે કરી ઉપરોકત શખ્સ તેમજ તપાસમાં ખુલે તે સામે પ્રોહી ધારા મુજબ લીંબડી પો.સ્ટે.ખાતે ગુનો રજી.કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

દારૂ સાથે પકડાયેલ આરોપીનું નામદાલુરામ સ.ઓફ ભુરારામ મેસારામ સીયાગ જાતેજાટ (ઉ.વ.33) ધંધો-ડ્રાઈવિંગ રહે-જૈતાનીયો કી ઢાણી નોખ તા.જી.બાડમેર રાજ્ય રાજસ્થાન 344001 થાના સુંદર બાડમેર છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj