(કુંજન રાડીયા)
જામ ખંભાળિયા, તા.27
દ્વારકામાં રેતવા પાળો વિસ્તારમાં રહેતા અનિલ નાયાભા મકવાણા નામના 24 વર્ષના શખ્સ દ્વારા પંજાબ અને કલકત્તાની ટીમ ઉપર રમાતી 20-20 ક્રિકેટ મેચને મોબાઈલ ફોનમાં લાઈવ નિહાળી અને તેના દ્વારા ચોક્કસ વેબસાઈટ પર પોતાના યુઝર નેમ અને આઈ.ડી. મારફતે જુગાર રમવામાં આવતો હોવાનું પોલીસના ધ્યાને આવ્યું હતું. આથી પોલીસે ઉપરોક્ત શખ્સને મોબાઈલ ફોનમાં ક્રિકેટનો સટ્ટો રમતા મોબાઈલ સહિતના કુલ રૂપિયા 10,900 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. આ પ્રકરણમાં ચોક્કસ નામથી ગૂગલ પે એકાઉન્ટ તેમજ મોબાઈલ નંબર ધરાવતા એક શખ્સ પાસેથી આરોપી અનિલ મકવાણાએ આઈડી મેળવવી હોવાનું ખુલતા પોલીસે આ શખ્સને સામે પણ જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
દ્વારકામાં પીધેલા વાહન ચાલકો ઝડપાયા
દ્વારકાના રૂપેણ બંદર ચેકપોસ્ટ પાસેથી પોલીસે ગત સાંજે કેફી પીણું પીધેલી હાલતમાં રૂ. 20,000 ની કિંમતના મોટરસાયકલ પર નીકળેલા કિશન લખમણભાઈ સુમણીયા (ઉ.વ. 23) ને તેમજ ઝડપી લઈ, એમ.વી. એક્ટ તેમજ આ જ વિસ્તારમાંથી નરસંગ ટેકરી વિસ્તારના રહીશ રજાક આલીભાઈ સુંભણીયા (ઉ.વ. 44) ને પીધેલી હાલતમાં પલ્સર મોટરસાયકલ પર નીકળતા ઝડપી લઇ, પ્રોહિબિશન એક હેઠળ કાર્યવાહી કરી હતી.
દ્વારકાના ટી.વી. સ્ટેશન વિસ્તારમાં રહેતા ચંદ્રેશ બાપુભા સુમણીયા (ઉ.વ. 23) ને પોલીસે છરી સાથે ઝડપી લઈ, તેની સામે જી.પી. એક્ટની કલમ 135 (1) હેઠળ ગુનો નોંધ્યો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy