જુનાગઢ તા.27
સોરઠના ગીરની કેરી અને ગિરના સિંહ જગ વિખ્યાત ગણાય છે. હાલ કેસર કેરીની આવક શરૂ થઈ જવા પામી છે.
ગઈકાલે 475 કિવન્ટલ કેરીની આવક થવા પામી હતી. બોકસનો ભાવ રૂા.2000નો નોંધાયો હતો. પરંતુ આજે બોકસનો ભાવ 1200 નોંધાતા એક જ દિવસમાં 800નો ઘટાડો જોવા મળ્યો છે.
કેસર કેરીની આવક 18 એપ્રિલના 1883 કિવન્ટલ નોંધાઈ હતી. ત્યારે રૂા.2600નો ભાવ એક મણનો ઓછામાં ઓછો નોંધાયો હતો. 18 એપ્રિલના કેસર કેરીની આવક 1883 કિવન્ટલ નોંધાઈ હતી. 9 એપ્રિલના 4000નો ભાવ થવા પામ્યો હતો. 8 એપ્રિલના 3600 12 એપ્રિલના 3800ની કિવન્ટલ વહેંચાઈ હતી.
હાલ બોકસનો ભાવ 1500થી 2000નો નોંધાય રહ્યો છે. નીચો ભાવ રૂા.1400 બોલાયો છે પરંતુ તેનો સ્વાદ ગુણવતા ખુબજ ઓછી જોવા મળી રહી છે. કેસર કેરી આ વર્ષે 20 દિવસથી 25 દિવસ બજારમાં મોડી આવી રહી છે. આગામી દિવસોમાં કેસર કેરીની આવક દિન પ્રતિદિન વધશે
જેથી ભાવ ઘટશે તેવું માનવામાં આવી રહ્યું છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy