જુનાગઢ તા.8
લોકસભાની ચૂંટણી પૂર્વે અનેક સમસ્યાઓથી ત્રસ્ત લોકોએ મતદાન ન કરવાની ચિમકી ઉચ્ચારી હતી મતદાન પૂર્વે તંત્રના અધિકારીઓ રાજકીય નેતાઓએ ચીમકી આપનાર મતદાન ન કરવાના ગામના લોકોને યેનકેન પ્રકારે સમજાવી લીધા હોવાથી બહિષ્કારની ઘટના અટકી જવા પામી હતી જયારે માંગરોળના ભાટ ગામ મતદારોએ અચાનક જ ગઈકાલે મતદાન ન કરતા રાજકીય પક્ષો અને તંત્રની દોડધામ મચી જવા પામી હતી.
પોરબંદર લોકસભાના કેશોદ વિધાનસભા હેઠળના માંગરોળના ભાટ ગામે લોકોએ ભાટ ગામથી માંગરોળને જોડતા રસ્તાની હાલત અત્યંત ખરાબ હોય ગામમાં પાણીની સુવિધા નથી, સ્ટ્રીટ લાઈટની અમુક વિસ્તારોમાં સુવિધા જ નથી આવા અનેક પ્રશ્ર્નો અંગે અગાઉ વારંવાર રજુઆતો કરવામાં આવી છતા તંત્રના અધિકારીઓ પદાધિકારીઓએ કોઈ નિર્ણય ન કરતા કોઈપણ જજાતની ચીમકી આપ્યા વગર જ ગામના આગેવાનોએ મતદાન ન કરવાનો નિર્ણય લઈ લેતા ભાટ ગામે કુલ 1075નું મતદાન હોય તેમાંથી માત્ર 14 મતો જ પડયા હતા. 25000ની વસ્તી ધરાવતા ભાટ ગામે મતદાન સવારથી જ ન કરતા નેતાઓની દોડધામ મચી જવા પામી હતી. ખુબજ પ્રયાસો છતા સફળતા મળી ન હતી. વગર ચીમકીએ ભારોભાર રોષ સાથે નારાજગી વ્યકિત કરી મતદાન ન કયુર્ં.
જયારે જુનાગઢ ભેંસાણ તાલુકાના અમુક ગામડાઓ ઈકો સેન્સેટીવ ઝોનમાં આવતા અનેક સમસ્યાઓ સર્જાઈ છે, ઉપરાંત જુનાગઢ શહેરમાં ટીપી સ્કીમના મુદ્દે ખેડુતોમાં ભારે નારાજગી છે. કિશાસ નંઇના નેજા નીચે ખેડુતોએ મતદાન ન કરવાની ચીમકી આપી હતી. બે દિવસ પહેલા સુખપુરના સ્થાનિકોએ ટીપી મુદે મતદાન ન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. ચીમકી બાદ તંત્રના અધિકારીઓ દોડી ગયા હતા. અને ટીપી મુદે નારાજ ગ્રામ્યજનોને મતદાન કરવા સહમત કર્યા હતા તેમજ ભેંસાણના ઈકો સેન્સેટીવ ઝોનના અસરગ્રસ્ત ગામડાઓએ પણ મતદાનનો બહિષ્કારની ચીમકી બાદ સમજાવટથી મામલો થાળે પડયો હતો ને મતદાન કયુર્ં હતું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy