એક લાખથી વધુ કરદાતાઓએ 20 દિવસમાં મ.ન.પા.માં રૂ।.68.25 કરોડનો વેરો જમા કરાવ્યો

Local | Rajkot | 27 April, 2024 | 04:56 PM
ઓનલાઈન જ 76 હજારથી વધુ કરદાતાઓએ રૂ।.43.80 કરોડનો વેરો ભર્યો
સાંજ સમાચાર

રાજકોટ,તા.27
રાજકોટ મહાનગર પાલિકા દ્વારા હાલ વેરાવળતર યોજના ચાલી રહી છે. ત્યારે છેલ્લા 20 દિવસ દરમ્યાન મહાપાલિકામાં કરદાતાઓએ રૂ।.68 હજારથી વધુનો વેરો ભરપાઈ કર્યો છે. આ અંગેની વેરાવસુલાત શાખાનાં સૂત્રો માંથી પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ રાજકોટ મહાનગરપાલિકા દ્રારા વર્ષ 2024-25 મિલ્કતવેરો તથા પાણી વેરાની ભરપાઇ કરવા માટે તા.08-04ના રોજ વેરો વસુલવાની કામગીરી શરૂ થયેલ છે.

જેમા તા.26-04 સુધીમાં કુલ 109949 કરદાતાઓ દ્વારા કુલ રૂ.68.25 કરોડ વેરાની ભરપાઇ કરેલ છે. જેમાં ઓફ લાઇન(કેશ તથા ચેક) 33893 કરદાતાઓએ રૂ.23.45 કરોડ અને ઓન લાઇનના 76056 કરદાતાઓએ રૂ.43.80 કરોડની ભરપાઇ થયેલ છે. કુલ વસુલ કરેલ રકમ પર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કુલ રૂ.6.50 કરોડનું  ડિસ્કાઉન્ટ આપેલ છે.

તા.8-4 થી તા.26-4 સુધીમાં ઓફ લાઇન (કેશ તથા ચેક) દ્વારા 33893 કરદાતાઓએ રૂ.23.45 કરોડનો વેરો ભરપાઈ કર્યો છે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સિવિક સેન્ટર, ત્રણેય ઝોન ઓફિસ અને તમામ વોર્ડ ઓફિસ ખાતે ચેક / કેશ મારફત ઓફલાઈન વેરો સ્વીકારવામાં આવે છે.

તા.8-4 થી તા.26-4 સુધીમાં કુલ 76056 કરદાતાઓએ રૂ.43.80 કરોડનો ઓનલાઇન વેરો ભરપાઈ કર્યો છે. જેમાં 67360 કરદાતાઓએ રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ/ એપ્લીકેશન દ્વારા રૂ. 40.46 કરોડનો વેરો ભરપાઈ કર્યો અને 8696 કરદાતાઓએ અન્ય પ્લેટફોર્મ જેવા કે, Google Pay, Paytm, Amazon pay, Phonpe etc.. .. પ્લેટફોર્મ પરથી રૂ.3.43 કરોડનો વેરો ભરપાઈ કર્યો.

અહી એ ઉલ્લેખનીય છે કે, છેલ્લા પાંચ વર્ષમાં ઓનલાઇન વેરો ભરપાઈ કરનાર નાગરિકોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. જેમ કે, વર્ષ 2019માં 64814 કરદાતાઓ, વર્ષ 2020માં 135645 કરદાતાઓ, વર્ષ 2021માં 147162 કરદાતાઓ, વર્ષ 2022માં 201714 કરદાતાઓ, વર્ષ 2023માં 233950 કરદાતાઓએ ઓનલાઇન વેરાની ભરપાઈ કરી હતી.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj