વર્ષ 2014 માં નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન ન બન્યા હોત તો ભારતની અર્થ વ્યવસ્થા એટલી હદે ખાડે ગઈ હતી કે ભારતની પરિસ્થિતિ આજે પાકિસ્તાન જેવી હોત: રૂપાલા

નેચરલ ગેસની લાઇન નરેન્દ્રભાઈ મોદીએ હજીરાથી સીધી મોરબી પહોચાડીને સિરામિક ઉદ્યોગને ચાઈના સામે ટક્કર લેતો કર્યો, આજે ઋણ ચૂકવવાનો સમય: પરસોતમ રૂપાલા

Saurashtra | Morbi | 16 April, 2024 | 12:00 PM
મોરબીના સિરામિક એસો. સહિત વિવિધ 26 જેટલા એસો. અને 42 જેટલા જ્ઞાતિ-સમાજ અને સંગઠનોએ કર્યું સ્વાગત: મોરબીમાં ચાર કિલો મીટરનો રોડ શો યોજાયો, 15000 થી વધુ લોકોએ રોડ શો અને સભામાં હાજર રહ્યા: ઠેર ઠેર ભારત માતા કી જય, વંદે માતરમ તથા જયશ્રી રામના નારા રેલીના રૂટ ગુંજી ઉઠ્યો: સાંસદ મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા અને કેસરીદેવસિંહ ઝાલા તેમજ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, જીતુભાઈ સોમાણી, દુર્લભજીભાઈ દેથરિયા અને પ્રકાશભાઈ વરમોરા હાજર રહ્યા
સાંજ સમાચાર

(જીજ્ઞેશ ભટ્ટ દ્વારા) 
મોરબી, તા. 16
રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલાની આજે મોરબીમાં રેલી અને ત્યારબાદ સન્માન સમારોહનો ભવ્ય કાર્યક્રમ મોરબી સિરામિક એસોસિયેશન દ્વારા યોજવામાં આવ્યો હતો જેમાં મોરબીના સિરામિક એસોસિએશન સહિત વિવિધ 26 જેટલા એસોસિએશન અને તે ઉપરાંત 42 જેટલા સમાજ અને સંગઠન દ્વારા તેમનું સ્વાગત કરાયું હતું અને આ તકે તેઓએ મંચ ઉપરથી કહ્યું હતું કે જો વર્ષ 2014 માં નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન ન બન્યા હોત તો ભારતની અર્થ વ્યવસ્થા એટલી હદે ખાડે ગઈ હતી કે ભારતની પરિસ્થિતિ પાકિસ્તાન કરતાં પણ વધુ ખરાબ થઈ હોત.

લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પ્રચાર ઝુંબેશને પણ રાજકીય પક્ષો દ્વારા વેગ આપવામાં આવી રહ્યો છે તેવા સમયે જો વાત કરીએ તો મોરબી સિરામિક એસોસિએશન દ્વારા મોરબીના આંગણે ક્લાસિક પાર્ટી પ્લોટ ખાતે રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલાના સ્વાગત સન્માનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં મોરબીના સિરામિક એસોસિએશન સહિત જુદા જુદા કુલ મળીને 26 જેટલા એસોસિએશનના આગેવાનો હોદ્દેદારો દ્વારા તેઓનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું તે ઉપરાંત મોરબીના ભક્તિનગર સર્કલથી લઈને ક્લાસિક પાર્ટી પ્લોટ સુધીની ચાર કિલો મીટર લાંબી ભવ્ય રેલી યોજાઇ હતી તેમાં મોરબીના જુદા જુદા 42 જેટલા જ્ઞાતિ, સમાજ અને સંગઠનના લોકો દ્વારા તેઓનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું અને બાઈક રેલીમાં યુવા ભાજપની ટીમ તેમજ ભાજપના આગેવાનો, હોદ્દેદારોના કાર્યકરો જોડાયા હતા અને ઠેર ઠેર ભારત માતા કી જય, વંદે માતરમ તથા જયશ્રી રામના નારા રેલીના રૂટ ઉપર લાગ્યા હતા અને સમગ્ર કાર્યક્રમમાં 15000 થી વધુ લોકો હાજર રહ્યા હતા.

મોરબીમાં જે પરસોતમભાઈ રૂપાલાનો સન્માન સમારોહનો કાર્યક્રમ યોજાયો હતો તેમાં રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારીયા, રાજ્ય સભાના સાંસદ રામભાઈ મોકરીયા અને કેસરીદેવસિંહ ઝાલા, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, જીતુભાઈ સોમાણી, દુર્લભજીભાઈ દેથરિયા અને પ્રકાશભાઈ વરમોરા, પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ જયંતિભાઈ કવાડીયા, સહિતના રાજકીય અને સામાજિક આગેવાનો, મોરબી સિરામિક એસો.ના પ્રમુખ મુકેશભાઇ કુંડારિયા, હરેશભાઈ બોપલિયા, વિનોદભાઇ ભાડજા અને કિરીટભાઇ ઓગણજા, મોરબી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જયંતિભાઈ પટેલ, માજી મંત્રી બ્રિજેશભાઇ મેરજા, સહકારી ક્ષેત્રના આગેવાન મગનભાઇ વડાવિયા, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ રણછોડભાઈ દલવાડી, મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારઘી, મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી જેઠાભાઇ મિયાત્રા, કે.એસ. અમૃતિયા અને નરેન્દ્રસિંહ ઝાલા, મોરબી જિલ્લા યુવા ભાજપના પ્રમુખ સાગરભાઈ સદતિયા, માજી ધારાસભ્ય બાવનજીભાઈ મેતાલીયા અને પરસોતમભાઈ સાબરીયા, અમદાવાદ સરદાર ધામના ગગજીભાઈ સુતરીયા અને નટુભાઈ પટેલ તેમજ પાટીદાર સમાજના અગ્રણી અને ઉદ્યોગપતિ ગોવિંદભાઈ વરમોરા, મોરબી સિરામિક એસો.ના પૂર્વ પ્રમુખ મુકેશભાઈ ઉઘરેજા, પૂર્વ પ્રમુખ કિશોરભાઈ ભાલોડીયા, પૂર્વ પ્રમુખ નિલેશભાઈ જેતપરિયા અને કારોબારી સભ્ય મનોજભાઈ એરવાડીયા, અનિલભાઈ વડાવિયા,  ચતુરભાઈ પાડલીયા, નરેન્દ્ર ભાઈ સંઘાત, હસમુખભાઈ હાલપરા, કરસનભાઈ અદ્રોજા, વાંકાનેર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પ્રજ્ઞેશભાઈ પટેલ, મોરબી પેપરમીલ એસો.ના પ્રમુખ વિપુલભાઈ કોરડીયા અને મોરબી ટ્રેડિંગ એસો.ના પ્રમુખ કે.કે. પટેલ, પોલીપેક એસો.ના પ્રમુખ અશોકભાઈ તેમજ જગદીશભાઈ પનારા મોરબી બિલ્ડર એસો.ના પ્રમુખ સંતોષભાઈ પટેલ, મોરબી સોડા પોટાશ માઈક્રોન મેન્યુફેક્ચર એસો.ના લલીતભાઈ કામરીયા, અનિલભાઈ અને મહેશભાઈ અને મોરબી સોલ્ટ એસો.ના અગ્રણી દિલુભા જાડેજા, અનિલભાઈ વરમોરા, સવજીભાઇ મેથાણીયા, અરવિંદભાઇ બારૈયા, જીજ્ઞેશભાઈ મેથાણીયા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા તેમજ આ કાર્યક્રમમાં સુરેન્દ્રનગર બેઠકના ભાજપના ઉમેદવાર ચંદુભાઈ સિહોર પણ હાજર રહ્યા હતા.

આ તકે સહુ કોઈએ પ્રસંગે પ્રવચન કર્યું હતું ત્યારે મોહનભાઇ કુંડારિયાએ જણાવ્યુ હતું કે, મોરબીના સિરામિક ઉદ્યોગને હરહંમેશ નરેન્દ્રભાઈ મોદી અને ભાજપ સરકારે મદદ કરેલ છે હવે આપણે સમયે રંગ રાખવાનો છે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ હજારોની સંખ્યામાં હાજર રહીને પરસોતમભાઇ રૂપાલાનું સન્માન કર્યું તેના માટે સહુનો આભાર વ્યક્ત કર્યો હતો અને 100 ટકા મતદાન કરવા માટે આહ્વાન કયું હતું આ તકે કેસરીદેવસિંહ ઝાલાએ જણાવ્યુ હતું કે દેશને નરેન્દ્રભાઈ મોદી જેવા વડાપ્રધાન ભારતને કયારે પણ મળ્યા નથી અને આગામી સમયમાં મળશે પણ નહીં તેવી લાગણી વ્યક્ત કરીને નરેન્દ્રભાઈ મોદીના હાથને મજબૂત કરવા આહવાન કર્યું હતું તો ઓમભાઈ બારૈયાએ પણ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.

ત્યારબાદ રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોતમભાઈ રૂપાલાએ સભાને સંબોધતા કહ્યુ હતુ કે નરેન્દ્રભાઈ મોદીની દિર્ધ દ્રષ્ટિના કારણે મોરબીને વર્ષો પહેલા જે નેચરલ ગેસ મળ્યો તેના કારણે ચાઇના કે જેને કોઈ પડકારી શકતું નથી તેની સાથે આજે મોરબી સીધી હરિફાઈ સિરામિક ઉદ્યોગમાં કરી રહ્યું છે અને આ બધું શક્ય એટલા માટે બને છે કારણ કે એકધારા તમામ સિક્કા ભાજપ તરફથી ચૂંટણીમાં લાગે છે જેના કારણે મોરબીનો અને સમગ્ર દેશનો વિકાસ થઈ રહ્યો છે

નરેન્દ્ર મોદીએ છેલ્લા 10 વર્ષની અંદર કરેલા કામોના કારણે આજે ભારત દુનિયામાં સૌથી પ્રિય ડેસ્ટિનેશન બન્યું છે તેવું કહીએ તો તેમાં જરી પણ અતિશયોક્તિ નથી વધુમાં તેમણે એવું પણ જણાવ્યું હતું કે વર્ષ 14 માં દેશની 50 બેંકો આરબીઆઈ દ્વારા ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવી હતી કારણ કે બે લાખ કરોડનું માઇનસ હતું જો 2014 ની ચૂંટણીમાં દેશના વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદી ચૂંટાઈને ન આવ્યા હોત તો ભારતની દશા પાકિસ્તાન કરતાં પણ વધુ ખરાબ હોત તેમાં શંકાને કોઈ સ્થાન નથી.

જોકે, જન ધન યોજના સહિત અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે તેના કારણે આજની તારીખે જન ધન યોજનાના ખાતાઓમાં બે લાખ કરોડ રૂપિયા જમા પડ્યા છે આમ મોરબી સહિત દેશના ઉદ્યોગકારોથી માંડીને સામાન્ય માણસ પણ આજે દેશના વિકાસમાં ભાગીદાર બન્યો છે ખાસ કરીને લોકોને આરોગ્ય માટેની જે સેવાઓ સરકારે ઉપલબ્ધ કરાવી છે તેના માટે થઈને અને વર્ષો જૂના સપનાને રામ મંદિર બનાવીને સાકાર કર્યું છે તેના માટે આગામી વર્ષો સુધી નરેન્દ્ર મોદીને સત્તા આપવી જોઈએ તેવી લાગણી વ્યક્ત કરી હતી અને ખાસ અંતમાં મોરબીના સિરામિક ઉદ્યોગકારોને કોઈપણ પ્રશ્ન હોય તો અડધી રાતે મારા અને ભારત સરકારના દરવાજા સર્વેની માટે ખુલ્લા જ છે. 

મોરબીમાં કયા કયા સમાજે કર્યું પરસોતમભાઈ રૂપાલાનું સન્માન
મોરબીમાં પરસોતમ રૂપાલાનું બ્રહ્મ સમાજ, ગઢવી સમાજ, રબારી સમાજ, ભરવાડ સમાજ, રઘુવંશી સમાજ, સાધુ સમાજ, વૈષ્ણવ સમાજ, રાવળદેવ સમાજ, મરાઠી સમાજ, વ્યાસ સમાજ, બારોટ સમાજ, રામાનંદી સમાજ, કોળી સમાજ, ઉત્તર ભારતીય સમાજ, સોની સમાજ, કંસારા સમાજ, ભાટિયા સમાજ, મોઢવાણિક સમાજ, દરજી સમાજ, મોચી સમાજ, રાજપુત ખવાસ સમાજ, ખત્રી સમાજ, ખોજા સમાજ, સુથાર સમાજ, લુહાર સમાજ, વરિયા પ્રજાપતિ સમાજ, ગુર્જર પ્રજાપતિ સમાજ, જૈન સમાજ, સિંધી સમાજ, મહેશ્વરી સમાજ, ભાનુશાળી સમાજ, નાગર સમાજ, ભાવસાર સમાજ, કંદોઈ સમાજ, અનુ. જાતિ સમાજ, સતવારા સમાજ અને આહિર સમાજ દ્વારા અદકેરૂ સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું.

મોરબીના શનાળા ગામે શકિત માતાજીના આશિર્વાદ લઇને રૂપાલાએ રોડ-શોનો કર્યો હતો પ્રારંભ 
રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલાનો કાલે મોરબીમાં રોડ શો અને સન્માન સમારોહનો કાર્યક્રમ યોજાયો હતો ત્યારે પહેલા તેઓ મોરબી નજીકના સનાળા ગામે આવેલ શક્તિ માતાજીના મંદિરે તેઓ પહોંચ્યા હતા અને ત્યાં શક્તિ માતાજીના મંદિરે તેમનું કુમકુમ તિલક દીકરીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેઓએ માતાજીના દર્શન કરીને આશિર્વાદ મેળવ્યા હતા અને ત્યાર પછી મોરબીમાં તેઓનો રોડ શો શરૂ થયો હતો અને રોડ શો માં ઠેર ઠેર તેઓનું ઉમળકાભેર સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj