રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ગરમીમાં આંશિક ઘટાડો

Saurashtra | Rajkot | 19 April, 2024 | 11:32 AM
મોટાભાગનાં સ્થળોએ તાપમાનમાં 1થી 3 ડિગ્રીનો ઘટાડો
સાંજ સમાચાર

રાજકોટ તા.19
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ગુજરાતમાં કાળઝાળ ગરમીમાં છેલ્લા બે દિવસથી આંશિક રાહત તવા પામી છે. પવનની ઝડપ વધુ રહેતા મહતમ તાપમાનમાં થોડો ઘટાડો થવા પામ્યો છે.

રાજકોટ શહેરમાં ગઈકાલે 41.5 ડિગ્રી સાથે ગરમીમાં થોડી રાહત રહી હતી. જોકે જુનાગઢ અને સોરઠમાં હાલ એક અઠવાડીયાથી હીટવેવ એટલે ગરમીનો પારો ઉંચો ચહતો જવાના કારણે લોકો ગરમીથી અકળાય ઉઠી ત્રાહીમામ પોકારી રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસમાં ગરમીનો પારો 42 ડીગ્રીએ પહોંચી જવા પામ્યો છે. હજુ પણ ગરમીનો પારો 44 ડીગ્રીની આસપાસ પહોંચી જશે તેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. 

આવતા અઠવાડીયા સુધી હીટવેવ દીન પ્રતિદિન વધુને વધુ રહેશે તેવું માનવામાં આવી રહ્યું છે.  વર્ષ 2016થી 2018 પછી ફરી આ વર્ષે 2024 રેકર્ડબ્રેક ગરમી પડી રહી છે. ભારે કાળઝાળ ગરમીના કારણે હીટવેવના કેસોમાં પેટના દુ:ખાવા, ઉલ્ટી, ઝાડા સહિતના દર્દીઓમાં દિન પ્રતિદિન વધારો સરકારી તેમજ પ્રાઈવેટ દવાખાનામાં કતારો જોવા મળી રહી છે.

જયારે ગઈકાલે અમદાવાદમાં 41.6, અમરેલીમાં 42.2, વડોદરામાં 41.4, ભાવનગરમાં 40.6, ભૂજમાં 39.5, દાહોદમાં 40.2, ડાંગમાં 40.5, ડિસામાં 40, દિવમાં 33.5, દ્વારકામાં 31.3, ગાંધીનગરમાં 40, પોરબંદરમાં 38.2, તથા સુરેન્દ્રનગરમાં 41.8 ડિગ્રી મહતમ તાપમાન નોંધાવા પામ્યું હતું.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj