બેંકિંગ ક્ષેત્રની સ્પર્ધાત્મક પરીક્ષામાં આર.સી.સી.બેંકનાં જનરલ મેનેજર પ્રકાશ શંખાવલા સૌરાષ્ટ્રમાં પ્રથમ: કેન્દ્રમાં ત્રીજા સ્થાને ઉતિર્ણ

Saurashtra | Rajkot | 26 April, 2024 | 04:13 PM
બેંકિંગ ક્ષેત્રમાં પ્રકાશ શંખાવલા એન્સાયકલોપિડીયા તરીકે જાણીતા છે તે આર.સી.સી.બેંક માટે ગૌરવ સમાન: સીઈઓ ડો.પુરૂષોત્તમ પીપરીયા
સાંજ સમાચાર

રાજકોટ,તા.26
ગુજરાત અર્બન-કો-ઓપરેટીવ બેંક ફેડરેશન અને કાલુપુર કોમર્શિયલ કો-ઓપરેટીવ બેંક લી.અમદાવાદ સહઆયોજીત ગુજરાતની કો-ઓપરેટીવ બેંકોના સીઈઓ, ડીજીએમ, એજીએમ, સીસીઓ, સહીતના એકઝીકયુટીવ અને સિનીયર લેવલ સ્ટાફ મેમ્બર માટે સ્પર્ધાત્મક પરીક્ષા યોજવામાં આવેલ.

વિવિધ વિષયો ઉપર સપ્તાહના દર શુક્રવારે ઓનલાઈન દસ રાઉન્ડ રાખવામાં આવેલ જે તા.19-01-2024ને શુક્રવારથી પ્રારંભ થઈ તા.22-03-2024એ પૂર્ણ થયેલ.આ સ્પર્ધાત્મક પરીક્ષામાં 875 બેંક અધિકારીઓએ નોમીનેશન કરાવેલ જેમાં પરીક્ષામાં પ્રથમ 25 સફળતા મેળવનારાઓ મળી કુલ 75 પરીક્ષાર્થીને પુરુસ્કૃત કરવામાં આવેલ તેમાંથી ધિ રાજકોટ કોમર્શિયલ કો-ઓપરેટીવ બેંક લી.ના ડેપ્યુટી જનરલ મેનેજર પ્રકાશ શંખાવલા દસ રાઉન્ડ પૈકી ત્રણ રાઉન્ડમાં પ્રથમ પાંચમાં સમાવિષ્ટ થયેલ અને દસ રાઉન્ડના એકત્રીત માર્કસ જોતા તેઓનો પાંચમો નંબર આવેલ.સદર રાઉન્ડ પૈકી પ્રથમ પચાસ આવનાર પાર્ટીશીપેન્ટને તા.13-04-2024ને શનિવારનાં રોજ કાલુપુર કોમર્શિયલ કો-ઓપરેટીવ બેંક લી-અમદાવાદ મુકામે ફાઈનલ ઓફલાઈન પરીક્ષા માટે પસંદગી કરવામાં આવેલ.જેમાં પ્રકાશ શંખાવલાનો ફાઈનલ રાઉન્ડમાં સૌરાષ્ટ્રમાં પ્રથમ ક્રમાંક અને કેન્દ્રમાં ત્રીજો ક્રમાંકે મેળવી બેકનું ગૌરવ વધારેલ છે.

પ્રકાશ શંખાવલાએ જણાવેલ કે, મે કોમર્સમાં ગ્રેજયુએશન, ડિપ્લોમાં ઈન કોમ્પ્યુટર સાયન્સ, કાયદાના સ્નાતક, ડિપ્લોમાં ઈન લેબર લો એન્ડ પ્રેકટીશ અને ડિપ્લોમાં ઈન કો-ઓપરેટેવ મેનેજમેન્ટમાં પ્રથમવર્ગમાં ઉતિર્ણ થઈ સદર પદવીઓ હાંસલ કરેલ.પરંતુ ખરાઅર્થે મારૂ ગ્રેજયુએસન પીપરીયા પાસે અને પોસ્ટ ગ્રેજયુએશન મે બીનાબેન કુંડલીયા પાસે રહી વાસ્તવીક પદવીઓ હાંસલ કરેલ છે.

આ તકે ડો.બીનાબેન કુંડલીયા જણાવે છે કે, સને 2013માં ડેપ્યુટી જનરલ મેનેજરની ખાલી પડેલ પોસ્ટ માટે જાહેરાત પ્રસિદ્ધ થતા પ્રકાશ શંખાવલાએ નોમીનેશન કરેલ જેમાં તેમનું કવોલીફીકેશન, અનુભવ અને ઈન્ટરવ્યુ લઈ રીફુટમેન્ટ કમીટીએ તેમની કલાર્કમાંથી સીધા ડેપ્યુટી જનરલ મેનેજર તરીકે પસંદગી કરેલ ત્યારથી તેઓ બેંકની તમામ જવાબદારી સફળતા પૂર્વક અને પારદર્શકતાથી સંભાળી રહ્યા છે.

સાથે ગુજરાત સહીત ભારતભરની બેંકોના એકઝીકયુટીવ સાથે બેકીંગને લગતી તમામ બાબતોનું ઓનલાઈન આદાન-પ્રદાન કરે છે.સીઈઓ ડો.પીપળીયાએ જણાવે છે કે બેકિંગ ક્ષેત્રમાં પ્રકાશ શંખાવલા એન્સાયકલોપિડીયા તરીકે જાણીતા છે.

તે આર.સી.સી.બેંક માટે ગૌરવસમાન બાબત છે. બેંકમાં ઈન્ટરનલ ઈન્સ્પેકશન સહીત સક્ષમ સતાધીશો દ્વારા થતા જુદા-જુદા ઓડીટો તેમજ રીઝર્વ બેક ઓફ ઈન્ડીયાના ઈન્સ્પેકશન સમયે રીઝર્વ બેકના ઓફિસરો સાથે રહી પ્રકાશ શંખાવલાએ બેંક વતી સંતોષકારક કામગીરી અને કોમ્પ્લાયન્સ કરેલ છે. અને કરી રહ્યા છે.ધિ-કો-ઓપરેટીવ બેંક ઓફ રાજકોટ (રાજ બેંકના) સીઈઓ જુલી સાવલીયાએ ખાસ જણાવેલ છે કે ડીજીએમ પ્રકાશ શંખાવલાએ 875 પરીક્ષાર્થી પૈકી અવલ્લ નંબર સાથે અદ્વિતિય સિદ્ધી મેળવેલ છે તે ખૂબ જ અભિનંદનને પાત્ર છે. બેકના બોર્ડ ઓફ ડિરેકટર્સ, બોર્ડ ઓફ મેનેજમેન્ટ તેમજ સ્ટાફ પરીવાર અને ગુજરાતની કો-ઓપરેટીવ બેંકો સહીતનાઓએ પ્રકાશ શંખાવલાને અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી.

♦ આર.સી.સી.બેંકના ડીજીએમ પ્રકાશ શંખાવલાએ બેંકિંગ ક્ષેત્રેની સ્પર્ધાત્મક પરીક્ષામાં સૌરાષ્ટ્રમાં પ્રથમ, કેન્દ્રમાં ત્રીજા સ્થાને સફળતા મેળવેલ તે બદલ આરબીઆઈના પૂર્વ અધિકારી જી.પી.મીસ્ત્રી અને કાલુપુર બેંકના બોર્ડ ઓફ ડિરેકટર્સ પ્રકાશ શંખાવલાને સન્માનિત કરતા બાજુની તસ્વીરમાં આરસીસી બેંકના ચેરપર્સન ડો.બીનાબેન કુંડલીયા, સીઈઓ ડો.પુરૂષોત્તમ પીપરીયા,એજીએમ જુલી પીપરીયા પ્રકાશ શંખાવલાને તેમની અદ્વિતિય સિદ્ધી બદલ સન્માનિત કરતા દ્રષ્ટિગોચર થાય છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj