રાજકોટ :
ગઈકાલે રાજકોટ લોકસભા બેઠક પર થી ભાજપના ઉમેદવાર, દિગ્ગજ નેતા પરષોત્તમ રૂપાલાએ ફોર્મ ભર્યું હતું. ત્યારબાદ આજે સવારે તેઓએ તળાવિયા પરિવાર સાથે મુલાકાત લીધી હતી. રેસ કોર્સ પાસે આવેલ ભાવેશભાઈ, ભરતભાઈ તથા ધૃવિક તળાવિયાના નિવાસે પરષોત્તમભાઈ રૂપાલા સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, સાંસદ મોકરિયા, ધારાસભ્ય ઉદય કાનગડ, ધારાસભ્ય ડો.દર્શિતા શાહ, ધારાસભ્ય રમેશ તીલારા, શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી સહિતના આગેવાનોએ સવારનો નાસ્તો સાથે કર્યો હતો.
આ ઉપરાંત રાજકોટ બિલ્ડર એસો.સહિતની સંસ્થાના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. પટેલ ટીંબર ગ્રુપ તથા ઓસ્કાર સ્કાય પાર્ક અને સામાકાંઠે ઓસ્કાર કિંગ્સ વિલેના બિલ્ડર ભાવેશભાઈ તળાવિયા સાથે આત્મીયતા હોવાથી ભાજપ નેતાઓ તેમના નિવાસે પહોંચ્યા હતા. આ તકે તળાવિયા પરિવારના સંભ્યો અને વડીલો ઉપસ્થિત રહ્યા અને તમામ મહમનાઓને આવકાર્યા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy