રાજકોટમાં કાળઝાળ બાદ રાહત: 3 ડિગ્રી તાપમાન ઘટી ગયું!

Saurashtra | Rajkot | 18 April, 2024 | 05:15 PM
બપોરે અઢી કલાકે શહેરનું 40.6 ડિગ્રી તાપમાન નોંધાયું: જોકે 8 કી.મી.ની ઝડપે પવન ફૂંકાતા લૂંનો અનુભવ
સાંજ સમાચાર

રાજકોટ, તા.18

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતમાં છેલ્લા બે દિવસથી કાળઝાળ ગરમીએ હાહાકાર મચાવ્યો છે. અને અનેક સ્થળોએ તાપમાન 42થી 44 ડિગ્રી સુધી પહોંચી જતા જનજીવન ઉપર માઠી અસર થઈ છે.

અસહ્ય તાપથી બચવા લોકો અને ત્યાં સુધી બપોરે ઘરની બહાર નિકળવાનું ટાળી રહ્યા છે અને એસી-પંખાનાં સહારે આવી ગયા છે. સાથો સાથ ભયંકર ગરમીના પગલે વિવિધ ફ્રુટસ, જયુસ, ઠંડા પીણા, શેરડીનો રસ વિગેરેની ડિમાન્ડ પણ વધી જવા પામી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે હિટવેવની અસર હેઠળ રાજકોટ શહેરનું મહતમ તાપમાન 43.8 ડિગ્રી સુધી પહોંચી જતા શહેરીજનોએ ચાલુ સિઝનની સૌથી વધુ ગરમી અનુભવી હતી. દરમ્યાન આજરોજ પણ સવારથી જ રાજકોટ શહેરમાં આકરી ગરમીનો પ્રકોપ રહેવા પામ્યો હતો. જોકે સવારે 11 વાગ્યા બાદ સતત પવનની ઝડપ રહેતા આજે બપોરે ગરમીમાં આંશિક રાહત અનુભવાઈ હતી.

આજરોજ સવારે 8-30 કલાકે રાજકોટનું તાપમાન 30.2 ડિગ્રી નોંધાયુ હતું. જયારે લઘુતમ તાપમાન 24.8 ડિગ્રી નોંધાયું હતું. તેમજ પવનની સરેરાશ ઝડપ 8 કી.મી. નોંધાવા પામી હતી. અને હવામાં ભેજ 47 ટકા રહેવા પામ્યો હતો.

દરમ્યાન આજરોજ બપોરે 2-30 કલાકે રાજકોટનાં તાપમાનમાં ગઈકાલની સરખામરીએ 3 ડિગ્રી તાપમાન ઘટી જતા નગરજનોને કાળઝાળ ગરમીમાંથી થોડી રાહત મળવા પામી હતી. જોકે બપોરે પવનની ઝડપ થોડી વધુ રહેતા લૂંનો અનુભવ થયો હતો.

આજરોજ બપોરે 2-30 કલાકે રાજકોટનું તાપમાન 40.6 ડિગ્રી નોંધાયું હતું. જયારે બપોરે હવામાં ભેજ 24 ટકા રહ્યો હતો અને પવનની ઝડપ 8 કી.મી. પ્રતિકલાક રહેવા પામી હતી.

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj